GSTV
Jobs Life Trending

ફ્રેશર્સ માટે ખુશખબર/ TCS આ વર્ષે 1 લાખથી વધુ કર્મચારીઓની કરશે ભરતી, ઝડપી લો આ ગોલ્ડન ચાન્સ

tcs

દેશની પ્રમુખ આઇટી સેવા પ્રદાતા કંપની ટાટા કંસલ્ટન્સી સર્વિસીઝ (TCS) ચાલુ નાણાકીય વર્ષનું સમાપન 1 લાખ ફ્રેશરોની ભરતી સાથે કરશે. જે એક નાણાકીય વર્ષમાં કોઇ આઇટી કંપની અથવા મલ્ટીનેશનલ કંપની દ્વારા કરવામાં આવતી સૌથી મોટી ભરતી હશે. TCS ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 77 હજાર ફ્રેશર્સની નિયુક્તિ કરી ચુક્યુ છે. આ આંકડો નાણાકીય વર્ષ 2022 માટે પહેલા રાખવામાં આવેલા 55 હજાર ભરતીના ટાર્ગેટ કરતા ઘણો વધુ છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીએ 40 હજાર ફ્રેશરને નોકરી પર રાખવામાં આવ્યા હતા.

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 34 હજાર ફ્રેશરોને કર્યા નિયુક્ત

TCS મુખ્ય માનવ સંસાધન અધિકારી મિલિંદ લક્કડે કહ્યું કે, ત્રીજા ક્વાર્ટરમાં અમે કહ્યું હતું કે અમે 34 હજાર ભરતીઓ કરીશું. જો કે ચોથા ક્વાર્ટરના આંકડા હજુ સુધી ઉપલબ્ધ નથી પરંતુ એટલુ કહી શકાય કે ભરતીની રફતાર યથાવત રહેશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં TCSએ 43 હજાર ફ્રેશરોને નિયુક્ત કર્યા હતા. ઓક્ટોબર-ડિસેમ્બરમાં કંપનીએ 34 હજાર વધુ ફ્રેશરોને પોતાની સાથે જોડ્યા, જેનાથી કુલ ભરતી 77 હજાર સુધી પહોંચી ગઇ.

tcs

કંપની પર નજર રાખનારા વિશ્લેષકોનું કહેવુ છે કે કંપનીમાં અનુભવી લોકોની નિયુક્તિઓ પણ ગત કેટલાક ક્વાર્ટરની તુલનામાં વધુ રહી. એક વિશ્લેષકે જણાવ્યું કે અમારા અંદાજ મુજબ ત્રીજા ક્વાર્ટરમાં TCSએ 20 હજાર અનુભવી પ્રોફેશનલ્સને નિયુક્ત કર્યા છે અને ચોથા ક્વાર્ટરમાં આ આંકડો 30 હજાર પર રહી શકે છે.

TCSમાં નોકરી છોડનારાઓનો દર વધ્યો

જો TCS ચોથા ક્વાર્ટરમાં વધુ 30 હજાર ફ્રેશર ભરતી ન કરે તો ચાલુ નાણાકીય વર્ષમાં કુલ નિયુક્તિઓ 1 લાખથી વધુ હશે. જો કે TCSએ અનુભવી પ્રોફેશનલ્સની નિયુક્તીના આંકડા શેર નથી કર્યા. મહામારીના કારણે ગત 18 મહિનામાં કંપનીઓએ ડિજિટલ અને ક્લાઉડ સેવાઓ અપનાવવામાં તેજી દેખાડી છે, જેથી ડિજિટલ કુશળતા વાળા લોકોની માગ ઘણી વધી ગઇ છે. તેમાં ઉદ્યોગમાં પ્રતિભાઓને પોતાની સાથે જોડવા માટે એક પ્રકારનું યુદ્ધ છેડાઇ ગયુ છે અને કંપનીઓમાં કર્મચારીઓની નોકરી છોડવાના દર પણ વધી રહ્યા છે.

TCS

નવેમ્બર 2021માં જારી અનઅર્થઇનસાઇટ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય આઇટી સેવા ક્ષેત્રમાં કર્મચારીઓની કુલ સંખ્યામાં આશરે 4.5 લાખનો વધારો થશે. તેમાં મોટાભાગે અનુભવી પ્રોફેશનલ્સ સામેલ છે પરંતુ ફ્રેશરોની નિયુક્તિઓમાં પણ તેજી આવશે.

ભરતી કરવામાં TCS સૌથી આગળ

ભરતી કરવામાં TCS સૌથી આગળ રહી છે, જેના પગલે તે કર્મચાકીઓના નોકરી છોડવાના દરને કાબૂમાં રાખવામાં સફળ રહી છે. જો કે પાછલા ક્વાર્ટરના મુકાબલે કંપનીમાં કર્મચારીઓના નોકરી છોડવાનો દર વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં TCSમાં કર્મચારીઓના નોકરી છોડવાનો દર 15.3 ટકા રહ્યો, જે બીજા ક્વાર્ાટરમાં 11.9 ટકા હતો. જો કે તે એક્સેંચર (17 ટકા), ઇન્ફોસિસ (25.5 ટકા), વિપ્રો (22.7 ટકા) અને એચસીએલ ટેક (19.8 ટકા)થી ઓછો છે.

Read Also

Related posts

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk

ભયાનક વીડિયો: જર્મનીમાં 80KMની ઝડપે મોતનું તુફાન, વૃક્ષો હવામાં ઉડ્યા અને અનેક છતના તૂટવાથી મોટા પાયે નુકાસન

Zainul Ansari
GSTV