GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

40 હજાર ફ્રેશર્સને TCS આપશે નોકરી, જાણો શું છે કંપનીનો પ્લાન

TCS

ટાટા કંસલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services) જુલાઈના મધ્ય સુધી 440 હજાર ગ્રેજ્યુએચ ફ્રેશર્સ( Freshers Hiring in TCS )ને ખોલવાનું શરૂ કરી દેશે. ત્યાં જ કંપની અમુંક પસંદગીના ફ્રેશર્સની લેટરલ હાયરિંગ (Lateral Hiring ) પણ શરૂ કરી દેશે. ટીસીએસ (TCS)ના ઈવીપી અને ગ્લોબલ હેડ હ્યુમન રિસોર્સિઝ મિલિંદ લક્કડના અનુસાર કંપની નવી ભરતીઓની સાથે સંપર્કમાં છે જેથી ખાતરી થઈ શકે કે કંપનીમાં જલ્દી શામેલ થઈ શકે. કોરોના વાયરસના કારણે શૈક્ષણિક વર્ષમાં મોડુ થવાના કારણે જોઈનિંગમાં મોડુ થયું છે.   

ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથના જણાવ્યા અનુસાર….

ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથના જણાવ્યા અનુસાર કંપની લેટરલ હાયરિંગને ખોલી રહી છે. જેમાં પોઝિટિવ ડિમાન્ડનો માહોલ બન્યો છે. આમ તેમણે આ વાતનો ખુલાસો નથી કર્યો કે હાયરિંગ કયા ક્ષેત્રમાં થશે અથવા હાયરિંગની માત્રા કેટલી હશે. આ પહેલા ટીસીએસના માર્ચ ત્રિમાસીકમા રિઝલ્ટ વખતે કોરોના વાયરસના કારણે વધતી અનિશ્ચિતતાઓના કારણે લેટરલ હાયરિંગને ફ્રિઝ કરી દેવામાં આવ્યું હતું.

TCS

કંપનીની વચ્ચે નીતિમાં કોઈ બદલાવ નથી

લેટરલ હાયરિંગને ખોલવાનો કંપનીનો નિર્ણય માંગમાં સુધાર અને મેનેજમેન્ટના વિશ્વાસને દર્શાવે છે. આંકડા અનુસાર જૂન-ત્રિમાસીકના અંતમાં કંપનીના કુલ કર્મચારીઓમાંથી 4,788 ઓછા થઈને 4.43 લાખ થઈ ગઈ છે. લક્કડના અનુસાર કંપનીની વચ્ચે નીતિમાં કોઈ બદલાવ નથી થયો.

TCS

ત્રીમાસ પરિણામો જાહેર

ટીસીએસની તરફથી ત્રીમાસ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ વર્ષ દર વર્ષ આધાર પર જૂન ત્રિમાહીમાં લગભગ 14 ટકા ઘટી 7008 કરોડ રૂપિયા રહી ગયા છે. કોરોના વાયરસ મહામારીના કારણે કંપનીની ડીલ અને પ્રોજેક્ટ્સમાં મોડુ થયું છે જેનો અસર તેમના પરિણામ પર સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ટીસીએસએ 5 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાનું પણ એલાન કર્યું છે.

Read Also

Related posts

VIDEO:દુલ્હનના વેશમાં સજીધજી તૈયારી થયેલી યુવતીએ જ્યારે નજરોની સામે જ મોત જોયું, બોંબ ધમાકાએ સપના રોળી નાખ્યા

Pravin Makwana

સુશાંતના કેસમાં હવે CBI કામ કરશે, જાણીએ કેવી રીતે એજન્સી કામ કરે છે અને તેમના પાવર કેટલા છે

Mansi Patel

સુરાજ પંચોલીનો સુશાંત સાથે થયો હતો ઝઘડો? અભિનેતાએ જણાવી હકીકત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!