GSTV
Home » News » ભારતની આ કંપનીમાં 1 કરોડ કરતાં પણ વધારે સેલેરીવાળા છે 103 કર્મચારીઓ

ભારતની આ કંપનીમાં 1 કરોડ કરતાં પણ વધારે સેલેરીવાળા છે 103 કર્મચારીઓ

ભારતમાં એવી કંઈ કંપની છે જ્યાં સૌથી વધારે કર્મચારીઓનો પગાર વાર્ષિકદરે એક કરોડ કરતાં વધારે છે. એક સમાચાર પત્ર મુજબ, ટાટા ગ્રુપની કંપની ટીસીએસમાં 100થી પણ વધારે કર્મચારીઓ છે, જેમની એન્યુઅલ પેમેન્ટ 1 કરોડથી પણ વધારે છે.

એક અંગ્રેજી વેબસાઈટ મુજબ, નાણાકીય વર્ષ 2016-17માં TCSની પાસે 91 કમર્ચારીઓ આવા હતા. જેમની વાર્ષિક કમાણી એક કરોડ કરતાં વધારે હતી. ત્યારે ગયા નાણાકીય વર્ષમાં આ સંખ્યા વધીને 103ની થઈ ગઈ છે.

TCSમાં સૌથી મોટી ઉંમરના કર્મચારી 72 વર્ષનાં બરિંદ્રા સન્યાલ છે. જેમની વાર્ષિક સેલેરી 1 કરોડ કરતાં પણ વધારે છે. આ કંપની ઉપર કર્મચારીઓનો વિશ્વાસ અને તેમના પર્ફોર્મેંસ જ છે.

જેને કારણે 1 કરોડ કરતાં વધારે સેલેરાઈઝ કર્મચારીઓમાં લગભગ એક ચતુર્થાંશ કર્મચારીઓએ TCSની સાથે જ પોતાનું કરિયર સ્ટાર્ટ કર્યુ હતુ.

તો TCS બાદ દેશની બીજા નંબરની મોટી આઈટી કંપની ઈન્ફોસિસ છે. જેમાં 60 કર્મચારીઓની સેલેરી 1.02 કરોડ રૂપિયા કરતાં વધારે છે. ઈન્ફોસિસ અને TCS બંને કંપનીઓની તરફથી આ કર્મચારીઓને શેર્સ પણ આપવામાં આવે છે. જે સેલેરીનો હિસ્સો હોતા નથી.

TCSનાં 103 કરોડપતિ કર્મચારીઓમાં તેમના CEO રાજેશ ગોપીનાથન અને COO એનજી સુબ્રમણ્યમનો પણ સમાવેશ થાય છે. જોકે TCSની તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી, અને ના તો તેણે પોતાની કંપનીનાં વાર્ષિક રિપોર્ટમાં ઉલ્લેખ કરેલો છે.

READ ALSO

Related posts

અમેઠીની એક મહિલા પ્રધાનને સંસદનો પ્રવાસ કરાવ્યો સ્મૃતિ ઇરાનીએ

NIsha Patel

આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ

Mayur

સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપના મહામંત્રીની એલસીબીએ કરી ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!