GSTV

વિદેશમાં પૈસા મોકલનારને લાગશે ઝટકો, લાગશે આ ટેકસ : દેશભરમાં બદલાઈ ગયાં છે આ નિયમો

વિદેશમાં પૈસા મોકલો છો, તો હવે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તેમાં કેટલાક નિયમો ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. જે લોકો વિદેશમાં પૈસા મોકલે છે તેઓએ 1 ઓક્ટોબરથી લાગુ કરાયેલ ટીસીએસ (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ )ની જોગવાઈને ધ્યાનમાં રાખવી પડશે.

વર્ષ 2020 ના ફાઇનાન્સ એક્ટ મુજબ 5% ટીસીએસ આરબીઆઈની લિબરાઇઝડ રેમિટેન્સ સ્કીમ  હેઠળ વિદેશમાં મોકલવામાં આવતા નાણાં પર ચૂકવવું પડશે. જો કે સરકારે આ કેસમાં થોડી છૂટ આપી છે, જે અંતર્ગત વિદેશમાં મોકલવામાં આવતા તમામ નાણાં પર આ કર લાગુ થશે નહીં. ઉદાહરણ તરીકે જો મોકલેલી રકમ 7 લાખ રૂપિયાથી ઓછી હોય અથવા ટૂર પેકેજ ખરીદે તો આ નિયમ લાગુ થશે નહીં. વધુમાં રૂ.7 લાખથી વધુની રકમ પર આ ટેક્સ ત્યારે જ લાગુ થશે જયારે આ રકમ કોઈ ટુર પેકેજ માટે નહીં હોય.

ઘણા ભારતીયો વિદેશના અભ્યાસ માટે બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જો નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઈને અભ્યાસ માટે વિદેશી દેશોમાં મોકલવામાં આવતા નાણાં 700,000 રૂપિયાથી વધુ હોય તો 0.5% ટીસીએસ લાગૂ કરવામાં આવશે. વધુમાં જો વિદેશોમાં મોકલવામાં આવતા કરદાતાઓ પર જો ટીડીએસ લાગુ થઈ ચૂક્યો છે, તો ટીસીએસને લગતી જોગવાઈઓ તેમના પર લાગુ નહીં થાય. 17 માર્ચના રોજ ફાઇનાન્સ એક્ટમાં આ નિયમોની જાહેરાત કરવામાં આવી હતી તેમજ 1 ઓક્ટોમ્બરથી તે લાગુ થશે.

READ ALSO

Related posts

કોરોના વેક્સીનને લઈને સીએમ રૂપાણીનું મોટુ નિવેદન, આ મહિનામાં આવી જશે રસી

Nilesh Jethva

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana

અમદાવાદ મનપાની સત્તાધારી પાર્ટી માત્ર જાહેરાતો કરવામાં અવલ્લ, આ ફૂટ ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત થઈ હવા હવાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!