GSTV
Home » News » TCL બનાવી રહ્યો છે આવો ફોલ્ડેબલ ફોન, જેને વાળશો તો બની જશે સ્માર્ટવોચ

TCL બનાવી રહ્યો છે આવો ફોલ્ડેબલ ફોન, જેને વાળશો તો બની જશે સ્માર્ટવોચ

મોબાઈલ કંપનીઓ અવાર-નવાર પોતાના નવા-નવા સ્માર્ટફોન લઇને આવી રહી છે. ફોલ્ડેબલ ફોન (વાળી શકાય તેવો સ્માર્ટફોન)ને લઇને પણ કંપનીઓની વચ્ચે ત્રણ ગણો મુકાબલો ચાલી રહ્યો છે. સેમસંગ, હુવાવે, શાઓમી, LG સહિત અમૂક કંપનીઓ ફોલ્ડેબલ ફોન લાવવાની તૈયારીમાં છે. આ દરમ્યાન બ્લેકબેરી અને અલ્કાટેલ બ્રાન્ડ પર માલિકી હક ધરાવનારી TCL એક એવો ફોલ્ડેબલ સ્માર્ટફોન લઇને આવી રહી છે, જે તમારા ફોનને એક સ્માર્ટવોચમાં બદલી નાખશે. એટલેકે વળ્યા બાદ તમારો ફોન ઘડિયાળની જેમ થઈ જશે.

5 અલગ-અલગ ફોલ્ડેબલ બનાવી રહી TCL

CNETની રીપોર્ટ મુજબ, બજેટ ટેલિવિઝન બનાવનારી પ્રખ્યાત TCL ફોલ્ડેબલ ફોનના 5 અલગ-અલગ મોડલ્સ પર કામ કરી રહી છે. આ 5 ફોલ્ડેબલ ફોનમાંથી એક મૉડલ એવુ છે, જે વળીને બ્રેસલેટની જેમ થઇ જાય છે અને તમે તેને સ્માર્ટવૉચની જેમ પહેરી શકો છો. TCLના ફોલ્ડેબલ ફોનને લઇને હજી વધુ માહિતી આવી નથી. ફક્ત આ ફોલ્ડેબલ ફોનની ઈમેજ સામે આવી છે. આ સિવાય પેટન્ટ ફાઈલિંગની પણ ઈમેજ સામે આવી છે, જેમાં એવુ જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટફોન બની જનારો આ ફોન કેવીરીતે કામ કરશે.

મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં સામે આવશે ડીટેલ્સ

જોકે, હજી સુધી આ વાત સ્પષ્ટ થઈ નથી કે આ ફોલ્ડેબલ ફોન હાથના કાંડા પર રાખતા જ જાતે ફોલ્ડ થઈ જશે અથવા તેના માટે કોઈ બટન દબાવવુ પડશે. TCL જે 5 ફોલ્ડેબલ ડિવાઈસ પર કામ કરી રહી છે, તેમાં બે ટેબલેટ અને બે બીજા ફોનની સાથે એક સ્માર્ટવોચની જેમ વાળી શકાય તેવો ફોન છે. આશા સેવાઈ રહી છે કે TCL આ મહિનાના અંત સુધીમાં બાર્સિલોનામાં યોજાનારા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં પોતાના ફોલ્ડેબલ સ્માર્ટફોન વિશે વધુ ખુલાસો કરશે.

સ્માર્ટવૉચની જેમ વળતા TCLના ફોલ્ડેબલ ફોનનો પેટન્ટ ફાઈલિંગ ઈમેજ પણ સામે આવી છે. TCL પોતાના ફોલ્ડેબલ ફોનને 2020માં લાવી શકે છે.

READ ALSO

Related posts

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

Mansi Patel

મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

NIsha Patel

રમા વસ્ત્રો ઉતારી પલંગ પર સૂઈ ગઈ, સુધીર પણ પોતાના વસ્ત્રો ઉતારવા લાગ્યો અને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!