GSTV

જલ્દી માર્કેટમાં આવશે દુનિયાનો પહેલો રોલ થતો સ્માર્ટફોન, આ કંપનીને કરી મોટી જાહેરાત

જેવી રીતે સમય વીતી રહ્યો છે ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે. જ્યાં અમે પાછલા થોડા વર્ષો પહેલા ફોલ્ડેબલ ફોન વિશે સાંભળ્યું હતું ત્યારે હવે રોલેબલ એટલે કે બેવડો કરી શકાય તેવો ફોન જલ્દી બજારમાં આવી શકે છે. ચીની કંપની TCLએ દુનિયાનો પહેલો રોલ થનારો સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં જઈ રહ્યું છે. જેને તમે રોલ કરીને નાનો કરી શકો છો અને ફરી વખતે ખેંચીને મોટો પણ કરી શકો છો. હાલમાં જ એક વીડિયોમાં ટીસીએલના આ રોલેબલ સ્માર્ટફોનની ઝલક જોવા મળી હતી. જેમાં તેણે આ ફોનની ખાસિયતો દેખાડી હતી.

6.7 ઈંચ સુધી ખેંચી શકો છો ફોનને

વર્ષના શરૂઆતમાં ટીસીએલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, કંપની રોલ થનારો ફોન લઈને આવશે. તો આ વખતે આ ફોન સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે. ટીસીએલના આ ફોનની સ્ક્રીનની સાઈઝ 4.5 ઈંચ છે. પરંતુ તમે તેને ખેંચીને 6.7 ઈંચ સુધી બનાવી શકો છો. રોલ થયા બાદ પણ ફોનની જાડાઈ વધતી નથી.

2 લાખથી વધારે વખત સ્ક્રીન કરી શકો છો રોલ

ટીસીએલએ દાવો કર્યો છે કે, આ ફોનને બે લાખથી વધારે વખત રોલ કરવામાં આવી શકે છે. તેમાં OLED ડિસ્પ્લે દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ આ ફોન બજારોમાં ખરીદવા માટે ઉપલબ્ધ થશે.

Related posts

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!