GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અમદાવાદમાં કોરોનાની જેમ આ રોગમાં થાય છે સૌથી વધુ મોત, 2019માં 12,048 હતા કેસ

અમદાવાદ શહેરમાં ટી.બી.ના રોગમાં રોજના 2થી 3 લોકોના મોત થઇ રહ્યા છે. વર્ષ 2019માં કુલ ટી.બી.ના 12,048 કેસ નોંધાયા હતા. જેમાંથી 723 લોકોના મોત નિપજ્યા હતા. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કુલ 55,648 કેસ નોંધાયા હતા. જેમાંથી 3,358 લોકો ટી.બી.જેવી ગંભીર બીમારીમાં મોતને ભેટયા હતા.

રોગ

2017માં થયા હતા 700 મોત

વર્ષ 2017થી મરણનો આંકડો વાર્ષિક 700ને પાર જતો રહ્યો છે. શહેરમાં પૂર્વ વિસ્તારના કામદાર અને ગરીબ પરિવારોમાં આ રોગ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. ભાઇપુરા, રખિયાલ, અસારવરા, અમરાઇવાડી, બાપુનગર, ઇન્ડિયાકોલોની સહિતના વિસ્તારોમાં આ રોગના મોટી સંખ્યામાં દર્દીઓ છે.

ટી.બી. રોગ નાબૂદી અભિયાન હેઠળ દર્દીને મળે છે સહાય

ટી.બી. રોગ નાબૂદી અભિયાન હેઠળ ટી.બી.ના દર્દીઓને  નિયત પોષણ સહાય યોજના અંતર્ગત માસિક 500 રૂપિયાની સહાય અપાતી હોય છે.  શહેરમાં આ યોજના વર્ષ 2018થી અમલી છે. અત્યાર સુધીમાં 29,391 દર્દીઓએ આ યોજનાનો લાભ લીધો હોવાનું જાણવા મળે છે.

દર્દીઓની ઓળખ માટે ઘરે જય કરાય છે સર્વે

ટી.બી.ના રોગના દર્દીઓની ઓળખ માટે એક્ટીવ કેસ ફાઇન્ડિંગ સર્વે એન.ટી.ઇ.પી.ના સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઇને સર્વે કરવામાં આવી રહ્યો છે.  વર્ષ 2019માં બહેરામપુરામાંથી સૌથી વધુ 831 કેસ ટી.બી.ના મળ્યા હતા.  જેમાં40 દર્દીઓના મોત નિપજ્યા હતા. રખિયાલમાંથી 831 કેસ મળ્યા હતા. જેમાં 46 દર્દીના મોત થયા હતા.

ટી.બી. રોગ નાબૂદી માટે થાય છે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ

નોંધપાત્ર છેકે એકબાજુ ટી.બી.રોગ નાબૂદી માટે મ્યુનિ.તંત્ર દ્વારા વર્ષે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. તેમ છતાંય આ રોગ નાબૂદ થવાને બદલે અથવા તો ઓછો થવાને બદલે દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. જે મ્યુનિ.તંત્રની નિષ્ફળતાને સુચવે છે. ટી.બી. રોગને કાબૂમાં કરવામાં તંત્ર  નિષ્ફળ રહ્યું હોવાનું દેખાઇ રહ્યું છે. વર્ષ 2015માં જ્યા 9,418 કેસ હતા અને તેમાં 534 મોત હતા. જ્યારે વર્ષ 2019માં આ આંકડો વધીને 12,048 કેસ અને 723 મોત થઇ ગયા છે.

અમદાવાદમાં કયા વર્ષે ટી.બી.ના કેટલા કેસ નોંધાયા ?

વર્ષટીબી કેસમોત
20159,418534
201610,037582
201711,576744
201812,569775
201912,048723
કુલ55,6483,358

MUST READ:

Related posts

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva

ધોરણ 12 બોર્ડની સાયન્સ, સામાન્ય પ્રવાહ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

Nilesh Jethva

દેશમાં કોરોનાથી 13 દિવસમાં 10,551 મોત : મોદી સરકાર કહે છે હજુ સ્થિતિ વિશ્વ કરતાં બહેર, આ છે આંકડાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!