સિંગર ટેલર સ્વિફ્ટ બ્રાઝિલમાં કોન્સર્ટ કરવા જઈ રહી હતી. ત્યારે તેના એક ચાહકનું અચાનક અવસાન થયું. જ્યારે ગાયિકાને આ વિશે ખબર પડી તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આ જાણકારી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી. અહીં તેણે જણાવ્યું કે કોન્સર્ટ શરૂ થાય તે પહેલા જ ફેનનું મોત થઈ ગયું. તેણે ઇરાઝ ટૂરમાં શુક્રવારે રાત્રે રિયો ડી જાનેરોના ભરચક સ્ટેડિયમમાં પર્ફોમ કર્યું. શો પછી તેણે આ સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરવામાં આવેલા આ ઈમોશનલ મેસેજમાં સ્વિફ્ટે લખ્યું, ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું આ શબ્દો લખી રહી છું, પરંતુ તૂટેલા દિલ સાથે હું તમને કહેવા માંગુ છું કે આજે રાત્રે મારા શો પહેલા એક ફેન ગુમાવ્યો છે. હું તમને કહી શકતો નથી કે હું આનાથી કેટલો દુઃખી છું. હું આનાથી ખૂબ ભાંગી પડ્યો છું. આ મામલે મારી પાસે એ જ માહિતી છે કે ફેન ખૂબ જ સુંદર અને ઓછી ઉંમરની હતી. તેણે ચાહકના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
સ્વિફ્ટે લખ્યું, ‘મારું તૂટેલું હૃદય તેના પરિવાર અને મિત્રો તરફ જાય છે. જ્યારે અમે બ્રાઝિલનો પ્રવાસ શરૂ કર્યો હતો, ત્યારે આ કદાચ છેલ્લી વસ્તુ હશે જેના વિશે અમે ક્યારેય વિચાર્યું ન હતું. 23 વર્ષની આના ક્લેરા બેનેવિડ્સ, શો દરમિયાન બેહોશ થઈ ગઈ હતી અને તેના પિતરાઈ ભાઈ એસ્ટેલા બેનેવિડેસે સ્થાનિક અખબાર ફોહાલા ડી સાઓ પાઉલોને જણાવ્યું હતું કે અનાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે બ્રાઝિલમાં ભારે ગરમી પડી રહી છે. તાપમાન 100 ડિગ્રીએ પહોંચી ગયું છે. તેના શો દરમિયાન, ટેલર સ્વિફ્ટ ક્રૂને વારંવાર ભીંડમાં ઉભેલા લોકોને પાણી આપવાનું કહેતી રહી. એક ક્લિપમાં, જોવા મળ્યું કે તેને પોતાનો શો અધવચ્ચે બંધ કરી દીધો અને કહ્યું કે ‘અહીં એવા લોકો છે જેમને પાણીની જરૂર છે, કદાચ 30, 35, 40 ફૂટ પાછળ ઊભા છે.’
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DtAxD9ZLyW2B191gUSW6jg
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ