GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ખુશખબર! મોદી સરકારે GST કરદાતાઓને આપી મોટી રાહત, રિટર્ન ફાઇલમાં મોડુ થવા પર ભરવો પડશે માત્ર આટલો દંડ

કરદાતાઓ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. મંથલી અને ક્વોર્ટરલની સેલ્સ રિટર્ન ફાઈલ કરવામાં મોડુ કરવા પર દંડની રકમ 500 રૂપિયા ફિક્સ કરી દેવામાં આવી છે. જો GSTR-3B ફાઈલ કરવામાં મોડુ થાય છે તો, દરેક રિટર્ન પર માત્ર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. હાલમાં તેને જુલાઈ 2020 સુધી લાગુ કરવામાં આવ્યો છે. આ રિટર્ન ક્વોર્ટર અથવા મહીનો સમાપ્ત થવાના આગલા મહીને 20 તારીખ સુધી ફાઈલ કરવાનુ હોય છે.

દરેક રિટર્ન પર 500 રૂપિયાનો દંડ

સરકારની જાહેરાતથી GST ટેક્સપેયર્સને મોટી રાહ મળે છે. સરકારની જાહેરાત પ્રમાણે, જુલાઈ 2017થી જુલાઈ 2020ની વચ્ચે લેટ રિટર્ન ફાઈલ રવા પર દરેક રિટર્ન પર 500 રૂપિયાનો દંડ લાગશે. જોકે, શરત એ છે કે, રિટર્ન ફાઈલિંગ 30 સપ્ટેમ્બર 2020 પૂર્ણ કરી લેવુ પડશે.

નિલ રિટર્ન ફાઈલ કરવુ પડશે

CBIC (Central Board of Indirect Taxes and Customs) તરફથી જાહેર નોટિફિકેશન પ્રમાણે, જો કોઈ GST ટેક્સપેયર્સ પર કોઈ દેણદારી બનતી નથી તો, તેને નિલ રિટર્ન ફાઈલ કરવુ પડશે. નિલ રિટર્ન ફાઈલ કરવા પર કોઈ દંડ લાગશે નહી. જો કોઈ પણ પ્રકારની ટેક્સ લાએબિલિટી બને છે તો, મેક્સિમમ લેટ ફી 500 રૂપિયા હશે.

GSTનું પાલન કરવુ સરળ બનશે

જો તમારે નિલ રિટર્ન ફાઈલ કરવો છે તો, તે હવે મેસેજ થકી પણ સંભવ છે. ‘નિલ’ રિટર્ન ફાઈલ કરનાર ટેક્સપેયર્સને જુલાઈના પ્રથમ અઠવાડિયાથી SMS ના માધ્યમથી વેચાણનો માસિક અને ત્રિમાસિક વિવરણ ‘GSTR-1’ મોકલી શકશે. CBICએ પોતાના એક નિવેદનમાં જણાવ્યુ કે, આ પગલાથી 12 લાખથી વધારે નોંધાયેલા કરદાતાઓ માટે GSTનું પાલન કરવુ સરળ બની જશે. હાલમાં આ કરદાતાઓને દર મહીને અથવા દર ત્રિમાસિકમાં શેર પોર્ટલ પર પોતાના ખાતામાં લોગ-ઈન કરવુ પડે છે અને ત્યારબાદ વેચાણ વિવરણ ફોર્મ ‘GST રિટર્ન-1’ દાખલ કરવુ પડે છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ

Nilesh Jethva

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોત પહોંચ્યાં જેસલમેર, ભાજપના નેતાઓ ઉપર સાધ્યું નિશાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!