GSTV

ટેક્સપેયર્સ માટે મોટી રાહત/ આ ફોર્મ જમા કરાવવાની તારીખમાં કરાયો વધારો, હવે નહીં પડે મુશ્કેલી

Last Updated on July 21, 2021 by Harshad Patel

આવકવેરો ભરનારા કરદાતાઓ માટે મોટી રાહતના સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ મેન્યુઅલ ફોર્મેટમાં ફોર્મ 15 સીએ / 15 સીબી સબમિટ કરવાની અંતિમ તારીખમાં વધારો કરી દીધો છે. આ કાગળો વિદેશમાં પૈસા મોકલવા માટે વપરાય છે. વિદેશમાં બિનહિસાબી નાણાં ગેરકાયદેસર રીતે ન મોકલી આપે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 સીએ ફોર્મમાં વિદેશ નાણાં મોકલવાની વિગતો આપવામાં આવે છે. જ્યારે 15 સીબીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે.

પોર્ટલ

તેની સાથે કરદાતાના આવકવેરાના રિટર્ન સહિતની વિગતો એટેચ કરવામાં આવે છે. પરિણામે કરદાતાઓ આગામી 15મી ઓગસ્ટ 2021 સુધી 15સીએ અને 15સીબી ફોર્મ ઓનલાઈન ભરી શકશે એવી જાહેરાત આજે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે કરી છે.

પરદેશના ખાતામાં તેમના પૈસા ટ્રાન્સફર થઈ શકે

આવકવેરા ધારા 1961ની જોગવાઈ હેઠળ કરદાતાઓએ ફોર્મ 15સીએ અને 15સીબી ઇલેક્ટ્રોનિકલી અપલોડ કરવાનું હોય છે. આયાત અને નિકાસકારોને વિદેશ પૈસા મોકલવાની જરૂર પડતી હોય છે. આ જ રીતે જેમના સંતાનો વિદેશ ભણવા ગયા હોય તેવા માતાપિતા પણ આ ફોર્મ ભરીને અપલોડ કરે તે પછી જ પરદેશના ખાતામાં તેમના પૈસા ટ્રાન્સફર થાય છે.

15 ઓગસ્ટ સુધીની મુદત લંબાવી?

CBDT એ આ નિર્ણય નવા ઈ-પોર્ટલમાં આવી રહેલી સતત સમસ્યાઓને કારણે લીધો છે. તમને જણાવી દઈએ કે ફોર્મ 15 સીએ / 15સીબી મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરવાની સમયમર્યાદા પહેલા 30 જૂન, 2021 સુધી લંબાવી હતી, ત્યારબાદ ફરીથી તેને 15 જુલાઈ, 2021 સુધી લંબાવી દેવામાં આવી હતી. હવે ફરી તેની અંતિમ તારીખ વધારીને 15 ઓગસ્ટ, 2021 સુધી કરી દેવામાં આવી છે. અર્થાત ટેક્સપેયર્સ હવે આ બંને ફોર્મ મેન્યુઅલ ફોર્મેટમાં ઓર્થોરાઈઝ્ડ ડીલર પાસે 15 ઓગસ્ટ 2021 સુધીમાં જમા કરાવી શકે છે. સીબીડીટીએ કહ્યું કે, ઓર્થોરાઈઝ્ડ ડીલર્સ આ ફોર્મ્સને 15 ઓગસ્ટ સુધી સ્વીકારે. સીબીડીટીએ કહ્યું કે આ ડોક્યુમેન્ટ ઓળખ નંબર (ડીઆઇએન) જનરેટ કરવા માટે બંને ફોર્મ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર અપલોડ કરવાની સુવિધા પછીથી આપવામાં આવશે.

ફોર્મ 15 સીએ એ રેમિટરનું ડેકલેરેશન

ફોર્મ 15 સીએ એ રેમિટરનું ડેકલેરેશન હોય છે. એટલે કે, જે ચુકવણી કરી રહ્યા હોય તે જણાવે છે કે તે પૈસા કોને અને કયા ખાતામાં મોકલવામાં આવે છે. જેનો ઉપયોગ પેમેન્ટની જાણકારી એકત્ર કરવા માટે કરવામાં આવે છે જે બિન-નિવાસી રહેવાસીઓ માટે ટેક્સપાત્ર હોય છે. ફોર્મ 15 સીબી એ બીજું કંઈ નહીં પરંતુ એક પ્રમાણપત્ર છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રેમિટરને આપે છે, જેમાં એમાઉન્ટથી લઈને તેના પર કેટલો ટેક્સ વસૂલવામાં આવે છે તેની બધી માહિતી શામેલ હોય છે. આ પ્રમાણપત્રમાં લખેલું છે કે કયા પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવે છે અને કયા દરે ટેક્સ વસૂલવામાં આવે છે. આ 15 સીબીની માહિતી સાથે ફોર્મ 15 સીએ ફાઇલ કરવામાં આવે છે. કોઈપણ વિદેશી ચુકવણી અથવા પૈસા મોકલવાની અધિકૃત નકલ પ્રદાન કરતા પહેલાં, કરદાતાઓએ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ફોર્મ 15 સીબીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રમાણપત્ર સાથે ફોર્મ 15 સીએ અપલોડ કરવું પડશે.

લોન્ચ થયાના દિવસથી ઇ-પોર્ટલમાં સમસ્યાઓ

આપને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે 7 જૂને એક નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ શરૂ કર્યું હતું, પરંતુ આ પોર્ટલને લઈને અનેક ફરિયાદો અને સમસ્યાઓ સામે આવી રહી છે. આ સમસ્યાઓ દૂર કરવા સરકારે ઈન્ફોસિસ સાથે બેઠક પણ યોજી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ખુદ ઇન્ફોસીસને આ તુરંત ઠીક કરવા આદેશ આપ્યો હતો. 15 જૂને ઈન્ફોસીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સીતારમને કહ્યું હતું કે આવકવેરા પોર્ટલની તમામ સમસ્યાઓનો કોઇપણ સમય બગાડ્યા વિના વહેલી તકે સુધારવામાં આવે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા સમાચાર: 1 ઓક્ટોબરથી આ બેન્કની ચેકબુક થઈ જશે બેકાર, ફટાફટ કરીલો આ કામ

pratik shah

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!