GSTV

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે નકલી Taxpayers Charter, અહીંયા જાણો સંપૂર્ણ હકીકત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઈમાનદાર ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. 21મી સદીની ટેસ્ક સિસ્ટમની આ નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યુ છે. આ પ્લેટફોર્મમાં Faceless Assessment, Faceless Appeal અને Taxpayers Charter જેવા મોટા રિર્ફોર્મ્સ છે, પરંતુ તે સાથે જ સોશિયલ મીડિયા પર Taxpayers Charter ને લઈને એક ખોટા સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. એક દસ્તાવેજને સોશિયલ મીડિયા પર નવા #TaxpayersCharter of India ના રૂપમાં શેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે દસ્તાવેજ બીજા દેશના ચાર્ટર છે ન કે ભારતના ચાર્ટરનું. આ નવી સિસ્ટમમાં ટ્રાંસફર પોસ્ટિંગ માટે જુગાડ અને ભલામણ ખતમ હશે. સિસ્ટમ ફેસલેસ હોવાને કારણે આયકર વિભાગનો પ્રભાવ જમાવવાનું ચક્કર પણ ખતમ થઈ જશે.

જાણો ટેક્સપેયર્સ ચાર્ટર શું છે ?

જો સરળ ભાષામાં સમજીઓ તો આ ચાર્ટર એક પ્રકારની લિસ્ટ હશે. જેમાં ટેક્સપેયર્સના અધિકાર અને કર્તવ્ય સિવાય ટેક્સ અધિકારીઓ માટે પણ કેટલાક નિર્દેશ હશે. તે થકી કરદાતાઓ અને ઈનકમ ટેક્સ વિભાગની વચ્ચે વિશ્વાસ વધારવાની કોશિશ કરવામાં આવશે. આ ચાર્ટરમાં ટેક્સપેયર્સની પરેશાની ઓછી કરવા અને ઈનકમ ટેક્સ ઓફિસરોની જવાબદેહી નક્કી કરવાની વ્યવસ્થા હશે.

આ સમયે દુનિયાના માત્ર ત્રણ દેશ

અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જ આ લાગુ છે. આ દેશમાં લાગુ ટેક્સપેયર્સ ચાર્ટરની કેટલીક વાતો કોમન છે. ઉદાહરણ માટે જ્યાં સુધી તે સાબિત ન થઈ જાય કે, કરદાતાએ ટેક્સ ચોરી અથવા ગરબડીની છે, ત્યાં સુધી તેને ઈમાનદાર કરદાતા માનવા પડશે. તેનો મતલબ છે કે, કારણ વગર નોટિસ મોકલી દબાણ કરી શકાશે નહી.

READ ALSO

Related posts

લોકડાઉન રિટર્ન: અહીં 10 જિલ્લામાં આજ રાતથી લાગશે લોકડાઉન, ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ, પેટ્રોલ પંપ પર નહીં મળે કોઈને પણ પેટ્રોલ

Pravin Makwana

ગુજરાતના ગામડામાં માથાદીઠ વેતન માત્ર 178.57 રૂપિયા, દેશના આ રાજ્યનું છે સૌથી વધારે

Ankita Trada

વડોદરા : નર્સિંગ કોલેજોને પ્રભારી સચિવ ડો.વિનોદ રાવે આ મામલે ફટકારી નોટિસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!