GSTV

ઈન્કમટેક્સ રિટર્ન ભરતા કરદાતાઓ માટે આવી શકે છે ખૂશીના સમાચાર, થશે આ ફેરફાર

નાણાકિય વર્ષ 2018-19નું ઈન્કમટેક્સ રિટર્ન ભરવા માટે કરદાતાઓને વધારે સમય મળી શકે છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે ફોર્મ-16ને જાહેર કરવાની તારીખ લંબાવી છે. સીબીડીટીએ નોટિફિકેશન જાહી કરીને કંપનીઓને કહ્યું કે તે આ વર્ષે 30 જૂનથી લઈ 10 જુલાઈ સુધી ફોર્મ-16 જારી શકે છે. ફોર્મ-16 પગારદાર કરદાતાઓને કંપની દ્વારા જારી કરાય છે. જો કંપનીઓ 10 જુલાઈએ ફોર્મ-16 જારી કરે તો કર્મચારીને પોતાનું આઈટીઆર ફાઈલ કરવા માટે માત્ર 21 દિવસનો સમય જ મળશે.

માટે એવું બની શકે છે કે સીબીડીટી રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ વધારી શકે છે. અને જો સમય મર્યાદા વધે તો લાખો કરદાતાઓને તેનો ફાયદો થશે. સીબીડીટીએ આ વર્ષે મોટા ફેરફાર કરીને એક નવું ફોર્મ-24-ક્યુ જારી કર્યું છે. આ ફોર્મ દ્વારા કંપનીઓ તેના કર્મચારીઓના પગાર પર લાગનારા ટીડીએસ રિટર્નને દાખલ કરે છે. હવે આ ફોર્મને જારી કરવાની તારીખ વધારીને 30 જૂન કરી છે.

READ ALSO

Related posts

કોરોના પીડિતો વિશ્વમાં બન્યા સાઇલન્ટ કેરિયર્સ, ચીન અને અમેરિકા પણ ચિંતિત

Nilesh Jethva

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 328 કેસ નોંધાયા, આરોગ્ય મંત્રાલય

Nilesh Jethva

Corona વાયરસ પીડિતો અને ગરીબો માટે શાહરૂખે ખોલ્યો ખજાનો, અહીં જુઓ ડોનેશનની આખી લિસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!