GSTV
Business Trending

Fixed Deposits પર આ બેંકોમાં મળી રહ્યુ છે સૌથી બેસ્ટ વ્યાજ, ટેક્સ બચાવવામાં પણ મળશે મદદ

ટેક્સ

નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં આ તે સમય હોય છે જ્યારે કોઈ સેલેરાઈઝ્ડ વ્યક્તિ ટેક્સ બચાવવા (Tax Savings)માટે રોકાણનો માર્ગ શોધે છે. પરંતુ રોકાણના વિકલ્પનો નિર્ણય તેના નાણાકીય લક્ષ્યોના આધારે થવો જોઈએ. જો કે, આના માટે હજી મોડુ નથી થયું. કરદાતાઓ પાસે આ છેલ્લા મહિનામાં કેટલાક વિકલ્પો છે, જેની મદદથી તેઓ ટેક્સ બચતનું રોકાણ કરી (Tax Savings Investment)શકે છે. ઇક્વિટી માર્કેટમાં વધઘટ જોવા મળે છે. ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ્સ (ELSS) માં લમ્પસમનું રોકાણ જોખમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, 5 વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. મોટાભાગના રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટને પણ વધુ સારી માનતા હોય છે કારણ કે વળતર નિયત હોય છે. આ જ કારણ છે કે નીચા ટેક્સ બ્રેકેટના લોકો એફડીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.

ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરવાથી આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણો પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે. ટેક્સ સેવિંગ એફડીની લોક-ઇન અવધિ 5 વર્ષની છે અને અકાળ ઉપાડની મંજૂરી નથી. ભલે ભૂતકાળમાં બેન્કોએ વ્યાજના દરમાં ઘટાડો કર્યો હોય, તો પણ હજી પણ કેટલીક એવી બેંકો છે જે એફડી પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે.

નાની ખાનગી બેંકો સૌથી વધુ વ્યાજ દર આપી રહી છે

નાની ખાનગી બેન્કો ટેક્સ સેવિંગ એફડીમાં 6.75 ટકા સુધીના વ્યાજ દર આપી રહી છે. આ વ્યાજ દર ઘણી મોટી જાહેર બેંકો કરતા વધારે છે. ડીસીબી બેંક અને યસ બેન્ક 6.75 ટકાના વ્યાજના દર સાથે ટોપ પર છે. ઈન્ડસઇન્ડ બેન્ક 6.50 ટકાના દર સાથે ત્રીજા સ્થાને છે.

એ.યુ. સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક અનુક્રમે 6.50 ટકા અને 5.80 ટકાના દરે ટેક્સ સેવિંગ એફડી ઓફર કરી રહી છે. સ્મોલ ફાઇનાન્સ બેંકો ઘણી મોટી ખાનગી બેંકો કરતા વધારે વ્યાજના દરે એફડી આપી રહી છે. ડીબીએસ બેન્ક અને ડોશે બેન્ક જેવી વિદેશી બેન્કો પણ ટેક્સ સેવિંગ એફડી પર 5.50 ટકા સુધી વ્યાજ ચૂકવી રહી છે. એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેન્ક પણ ટેક્સ સેવિંગ એફડી પર અનુક્રમે 5.50%, 5.35% અને 5.30 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.

જો તમે સરકારી બેંકો પર નજર નાખો તો યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 5 વર્ષ માટે ટેક્સ સેવિંગ એફડી પર સૌથી વધુ વ્યાજ દર આપી રહી છે. આ બેંક 5.55 ટકાના દરે વ્યાજ ચૂકવે છે. આ પછી, કેનેરા બેંક અને ભારતીય સ્ટેટ બેંકનું નામ આપવામાં આવ્યું છે, જે અનુક્રમે 50.50 અને 5.40 ટકાના દરે વ્યાજ આપે છે. બેંક ઓફ બરોડા પણ આ પ્રકારની એફડી પર 5.25 ટકાનાં દરથી વ્યાજ ઓફર કરી રહી છે. ડીસીબી બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 5 વર્ષ માટે એફડી પર અનુક્રમે 2.10 લાખ રૂપિયા અને 1.98 લાખ રૂપિયા થઈ જશે.

READ ALSO

Related posts

Johnson And Johnsonના ઉત્પાદન પર પ્રતિબંધ! પાવડરમાં ઝેરી રસાયણો ભેળવવાનો આરોપ, કંપનીને 15 હજાર કરોડનો દંડ

Binas Saiyed

અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે, 15 દિવસમાં થઇ જશે અરજીનો નિકાલ

Damini Patel

રાહત/ ફુગાવો ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ, જુલાઈમાં છૂટક મોંઘવારી દર ઘટીને 6.71% થયો

Binas Saiyed
GSTV