GSTV
Home » News » PM મોદીએ આપેલા ઈન્કમ ટેક્સના આંકડા પર બખેડો, સાચુ કોણ- પક્ષ, વિપક્ષ કે ઈન્કમ ટેક્સ

PM મોદીએ આપેલા ઈન્કમ ટેક્સના આંકડા પર બખેડો, સાચુ કોણ- પક્ષ, વિપક્ષ કે ઈન્કમ ટેક્સ

આમ જોવા જઈએ તો, ટેક્સપેયર્સની સંખ્યા વધારવા માટે મોદી સરકાર સતત પ્રયાસરત છે, પણ આ તમામ આશાઓ પર પાણી ફરી વળતું હોય તેવું જણાઈ રહ્યું છે. ઈન્કમ ટેક્સ રિર્ટન ભરનારાઓની સંખ્યા ઘટતી જાય છે. આજ કારણ છે કે, વડાપ્રધાન મોદી વારંવાર ટેક્સ પેયર્સની સંખ્યા વધારવા પર જોર આપી રહ્યા છે. જો કે, બુધવારના રોજ એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ઈન્કમ ટેક્સને લઈ એક આંકડો દેશની સામે રાખ્યો હતો, જેને લઈ વિપક્ષ આકરા પાણીએ થયું છે.

સૌથી પહેલા વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું ?

હકીકતમાં જોઈએ તો, વડાપ્રધાન મોદીએ ટેક્સ ચુકવનારા લોકોની સંખ્યા ઘણી ઓછી હોવાની વાતનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, 3 કરોડથી વધારે ભારતીય બિઝનેસના કામથી વિદેશમાં છે. પણ સ્થિતી એવી છે કે, 130 કરોડ લોકોના દેશમાં ફક્ત દોઢ કરોડ લોકો જ ઈન્કમ ટેક્સ આપે છે. વડાપ્રધાન મોદીએ આગળ એમ પણ જણાવ્યું હતું કે, દર વર્ષે 50 લાખથી પણ વધુ આવક ધરાવનારા લોકોની સંખ્યા ફક્ત 3 લાખ છે. તો વળી ફક્ત 2200 લોકો જ એવા છે, જે પોતાની વાર્ષિક આવક 1 કરોડથી વધુની બતાવે છે.

આંકડાઓ પર વિપક્ષનો વિરોધ

ઈન્કમ ટેક્સના આ આંકડાઓ પર વિપક્ષે વડાપ્રધાન મોદીનો ઘેરાવ કર્યો છે. વિપક્ષનો આરોપ છે કે, વડાપ્રધાન મોદી ટેક્સ પેયર્સની સંખ્યા ઓછી બતાવી રહ્યા છે. માકપા સચિવ સીતારામ યેચૂરીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર દરેક ભારતીય ચોર છે, જો કે, તેમની જ પાર્ટીએ ઈલેક્ટ્રોરલ બોન્ડ મારફતે છાનામાના કરોડો રૂપિયા સગેવગે કરી લીધા છે. તેમણે વડાપ્રધાન મોદીને પૂછ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ ટેક્સ ચુકવતુ નથી તો વડાપ્રધાન મોદી છેલ્લા પાંચ વર્ષથી શું કરી રહ્યા છે. શું તેમણે નોટબંધી કરતી વખતે એવો દાવો નહોતો કર્યો કે, કાળુનાણુ અને ટેક્સ ચોરી પર રોક લાગશે ?

CBDTએ પોલ ખોલી, સાચુ કોણ અને ખોટું કોણ ?

આ સમગ્ર વિવાદની વચ્ચે CBDT તરફથી ઈન્કમ ટેક્સ પેયર્સના સાચા આંકડા આવ્યા છે. સીબીડીટીએ જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 5.78 કરોડ લોકોએ ગત વર્ષની આવકનો ખુલાસો કર્યો છે. જેમાં 1.03 કરોડ લોકોએ 2.5 લાખ રૂપિયાથી ઓછી આવક જણાવી છે અને 3.29 કરોડ લોકોએ 2.5-5 લાખ સુધીની ટેક્સ યોગ્ય આવકનો ખુલાસો કર્યો છે.

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એક ટ્વીટમાં જણાવ્યું છે કે, આ નાણાકીય વર્ષમાં ભરવામાં આવેલા 5.78 કરોડ રિટર્નમાં 4.32 કરોડ લોકોએ 5 લાખ રૂપિયા સુધીની આવકનો ખુલાસો કર્યો છે.આ એ લોકો છે, જેમણે નિયમ મુજબ 5 લાખ સુધીની આવકમાં ટેક્સ છૂટ મળે છે. તેથી 4.32 કરોડ ટેક્સ પેયર્સને ચાલુ નાણાકીય વર્ષ 2019-20 અને ત્યાર બાદના વર્ષ માટે ટેક્સ ચુકવવા માટે જવાબદાર ગણાવી શકાય નહીં. ત્યારે આવા સમયે ફક્ત 1.46 કરોડ વ્યક્તિગત ટેક્સ કરદાતા જ ટેક્સ ભરવા માટે જવાબદાર ગણાવી શકાય.

આ ઉપરાંત લગભગ 1 કરોડ લોકોએ 5-10 લાખ રૂપિયાની વચ્ચે ઈન્કમનો ખુલાસો કર્યો છે. તો વળી 46 લાખ ટેક્સ પેયર્સે 10 લાખ રૂપિયાથી વધુની આવકની જાણકારી આપી છે. આવી જ રીતે 3.16 લાખ ટેક્સ પેયર્સે 50 લાખ રૂપિયાથી વધુની આવકનો ખુલાસો કર્યો છે, જ્યારે દેશભરમાં 5 કરોડ રૂપિયાથી વધુની આવકની જાણકારી આપવાવાળા ટેક્સ પેયર્સમાં ફક્ત 8,600 લોકો જ છે.

READ ALSO

Related posts

ટ્રમ્પ સાથે ભારત આવેલા આ ભારતીય મહિલા કોણ છે? જાણશો તો થશે ગર્વ

Bansari

અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન સ્વીકારશે સુન્ની વકફ બોર્ડ, સાથે હોસ્પિટલ અને લાઈબ્રેરી પણ બનાવશે

Arohi

પીએમ કિસાન યોજના: હવે વધુ ખેડૂતો સુધી પહોંચશે 6 હજાર રૂપિયા વાળી સ્કીમનો લાભ, સરકારે લૉન્ચ કરી નવી એપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!