શુ તમે ઇલેક્ટ્રિક કાર ખરીદવા ઇચ્છો છો ? તમારા માટે એક ખુશ ખબર છે. મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કરી રહી છે. સરકારે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ઇ-કાર રજીસ્ટ્રેશન ફી નહિ આપવી પડે. બીજી વખત રજીસ્ટ્રેશન કરવા પર પણ ડ્યુટી નહી લાગે. ઉપરાંત આજે બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) પર અત્યારે 12 ટકાના દરથી 12 ટકા જીએસટી લાગે છે. સરકાર તેને ઘટાડીને 5 ટકા કરી દીધો છે. ઇ-વાહન ખરીદવા રૂ.દોઢ લાખ સુધીની વ્યાજ સહાય આપશે

સરકાર ઇલે. વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ અને પેટ્રોલિયમ ઇંધણ પર વધતી નિર્ભરતાને ઓછી કરવા માટે સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. નીતિ આયોગે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 2030માં ફક્ત ઇલેક્ટ્રિક વાહન વેચવાની યોજના છે. સરકારની યોજના છે કે 2023થી બધા દ્વીચકરી અને ત્રણ પૈડાવાળા વાહનોને વિજળીથી ચલાવવા જોઇએ અને 2026થી બધા કોમર્શિયલ વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઇએ. જાણકારો જણાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સના દર ઓછા થતાં ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે સુલભ થઇ જશે.
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત