GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ના હોય! વેપારીઓએ રાજ્ય સરકારની આવકને ચૂનો લગાડયો?, વેરાના 23 હજાર કરોડ તો પાંચ વર્ષ કરતાં વધુ સમયથી બાકી

ગુજરાતના વેપારીઓએ રાજ્ય સરકારની આવકને ચૂનો લગાડયો છે. આ વેપારીઓએ મહેસૂલની મળવાપાત્ર રકમો ચૂકવી નથી. સત્તાવાર આંકડા પ્રમાણે આ રકમ 60712.61 કરોડ રૂપિયા થવા જાય છે. આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે કુલ બાકી રકમ પૈકી 23079.77 કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ વર્ષોથી બાકી છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે માલ સેવા કર, મૂલ્ય વર્ધિત વેરો અને વેચાણવેરો મળીને કુલ 60214.69 કરોડ રૂપિયા બાકી છે જે પૈકી 2277.55 કરોડની રકમ વસૂલવા વિભાગે વસૂલાત પ્રમાણપત્રો જારી કર્યા છે.

મનાઇ હુકમ, માંડવાળ મુખ્ય કારણ

9968.23 કરોડ રૂપિયાની વસૂલાત એટલા માટે થઇ શકતી નથી કે તેમાં કોર્ટ અને અન્ય ન્યાયિક મનાઇહુકમ આપવામાં આવેલો છે. એવી જ રીતે સરકારના વિભાગીય સત્તાવાળા દ્વારા 4899.25 કરોડ પર મનાઇ હુકમ છે.

GST, વેટ, સેલ્સટેક્સ, સ્ટેમ્પ ડયુટી સહિતના વેરા

વેરો

નાદાર વેપારીઓની રકમ 4067.65 કરોડ છે. 271.81 કરોડ માંડવાળી થવાની સંભાવના છે અને બાકીના 38728.20 કરોડની પાછલી બાકી રહેવાનું કારણ રજૂ કરવામાં આવ્યું નથી. વીજળી પરના કરવેરા અને જકાતની રકમ 161.45 કરોડ રૂપિયા છે જેમાં 45.47 કરોડના પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે અને 115.98 કરોડની વસૂલાત સામે અદાલત દ્વારા મનાઇ હુકમ છે.

23,000 કરોડ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી બાકી

સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીના 336.47 કરોડ રૂપિયા વસૂલાયા નથી કેમ કે અદાલતી મનાઇ હુકમના કારણે 24.30 કરોડ અને અરજીના સુધારાના કારણે 0.16 કરોડ વસૂલ થયા નથી. જો કે 283.15 કરોડની રકમ કેમ વસૂલ કરવામાં આવી નથી તેનો સરકાર પાસે કોઇ ઉત્તર નથી.

READ ALSO

Related posts

વલસાડ / સરકારી જમીન પર કબ્જાની ફરિયાદ કરનાર પર હુમલો કરનારા 15 લોકો સામે નોંધાયો રાયોટીંગનો ગુનો, જાણો શું છે મામલો

Hemal Vegda

નડિયાદ / સ્કૂલમાં વિધર્મી વિદ્યાર્થીઓએ ગરબામાં ઘુસી શાંતિ ડહોળવાનો કર્યો પ્રયાસ, પ્રિન્સિપાલ અને વિધર્મી શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ

Hemal Vegda

ગાંધીનગર / કાલોલ અડાલજ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, વાહનની અડફેટે એક યુવાનનું મોત, એક ગંભીર

Hemal Vegda
GSTV