GSTV
Gujarat Government Advertisement

સિનિયર સિટીઝન્સને રાહત આપવાની તૈયારીમાં સરકાર: બજેટ 2021માં પેન્શનરો માટે વધારવામાં આવી શકે છે ટેક્સ છૂટની મર્યાદા

2021

Last Updated on December 23, 2020 by Bansari

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર વૃદ્ધોને આર્થિક મોર્ચે મોટી રાહત આપી શકે છે. હકીકતમાં પેન્શન ફંડ રેગ્યુલેટર ફંડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ નાણા મંત્રાલયને ભલામણ કરી છે કે બજેટ 2021-22માં પેન્શનર્સને ઇનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવે. PFRDAની ભલામણ પર કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સ્કીમ અંતર્ગત ટેક્સ થૂટ વધારવા પર વિચાર કરી શકે છે.

100

એનપીએસમાં 14 ટકા હિસ્સેદારી પર ટેક્સ છૂટની ભલામણ કરી

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે બજેટ 2021માં એનપીએસ પર ટેક્સ છૂટ વધી શકે છે. સરકાર નિર્ણય લઇ શકે છે કે ટીયર-1 પેન્શનધારકો માટે ટેક્સ છૂટ વધારવામાં આવે. સૂત્રો અનુસાર PFRDA તરફથી એનપીએસમાં 14 ટકા સુધી હિસ્સેદારી પર ટેક્સ છૂટ આપવાની ભલામણ કરવામાં આવી છે. જણાવી દઇએ કે હાલ એનપીએસમાં 10 ટકા સુધી હિસ્સેદારી પર ટેક્સ છૂટ મળે છે. સૂત્રો અનુસાર PFRDAએ પેન્શનર્સને કેન્દ્રીય કર્મચારી બરાબર ટેક્સ છૂટ આપવાની ભલામણ કરી છે.

2021

PFRDAએ નાણામંત્રાલયને કરી આ ભલામણ

PFRDAએ ટીયર-1 કર્મચારીઓને એનપીએસ સાથે સંબંધિત છૂટ આપવા, એનપીએસમાં 14 ટકા સુધી હિસ્સેદારી વધારવા અને એન્યૂટી પ્લાન અંતર્ગત મળેલી રકમ પર ટેક્સ છૂટ આપવાની ભલામણ નાણા મંત્રાલયને કરી છે. આ ઉપરાંત ટીયર-1માં સેક્શન 80CCD (1B) અંતર્ગત છૂટની સીમા વધારવા અને ટેક્સ છૂટ સીમા 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની ભલામણ પણ કરી છે. સાથે જ પેન્શન ફંડ રેગ્યુલેટરે એનપીએસ ટીયર-2ના તમામ પેન્શનરને 80C અંતર્ગત છૂટ આપવાની ભલામણ પણ કરી છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર, PFRDAની આ ભલામણો પર નાણા મંત્રાલયમાં ચર્ચા પણ થઇ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!