GSTV

નોટબંધીમાં રોકડા ગણી લેનાર જ્વેલર્સ હવે ભરાયા : 15,000ને નોટિસ, 50 હજાર કરોડનો ટાર્ગેટ

દેશમાં 8 નવેમ્બર, 2016નાં રોજ પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. 8 નવેમ્બરની રાત્રીએ અસંખ્ય લોકોએ 500 અને 1000 રૂપિયાની રદ થનારી નોટો બેન્કમાં જમા કરાવવી ના પડે તે માટે આ ચલણીનોટોની મદદથી જ્વેલર્સ પાસેથી સોનું ખરીદી લીધું હતું. ત્યારે આ સંદર્ભમાં થોડાક દિવસો પહેલા IT વિભાગે નોટબંધી દરમ્યાન અનિયમિતતા અને ગેરરીતી આચરનારા હજારો જ્વેલર્સને નોટીસ ફટકારી હતી. આ સંદર્ભમાં થોડાક દિવસ પહેલા આવકવેરા વિભાગે નોટબંધી દરમિયાન અનિયમિતતા આચરનારા હજારો જવેલર્સને નોટિસ મોકલી હતી.

નોટબંધી દરમિયાન અનિયમિતતા આચરનારા હજારો જવેલર્સને ITની નોટિસ

હવે આ નોટિસને કારણે જવેલર્સની મુશ્કેલીઓ વધી શકે છે. એક અહેવાલ અનુસાર ઇન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ તરફથી સમગ્ર દેશના ૧૫,૦૦૦ જવેલર્સને નોટિસ મોકલવામાં આવી છે. સુરેન્દ્ર મહેતાએ આરોપ મૂક્યો છે કે આવકવેરા વિભાગ આ નોટિસ દ્વારા જવેલર્સ પાસેથી ૫૦ હજાર કરોડ રૂપિયાની આવક કમાવવા માગે છે. ઉલ્લેખનીય છે કે આઠ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધની જાહેરાત કરી હતી. નોટબંધી દરમિયાન જવેલર્સને પરવાનગી આપવામાં આવી હતી કે તેઓ બેંકમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ગમે તેટલી નોટો જમા કરાવી શકે છે.

રાહતનો કેટલાક જવેલર્સે અયોગ્ય રીતે લાભ મેળવ્યો

ત્યારે આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ રાહતનો કેટલાક જવેલર્સે અયોગ્ય રીતે લાભ મેળવ્યો હતો, અને બ્લેક મનીને વ્હાઇટ કરવામાં બહોળા પ્રમાણમાં નાણાંની કમાણી કરી હતી. ઘણા એવા કેસો પણ સપાટી પર આવ્યા હતા કે જ્યારે જવેલર્સે ગ્રાહકો પાસેથી રોકડ રકમ લઇ લીધી હતી અને તેને બેંકમાં જમા કરાવી પણ દીધી હતી અને પછી કોઇ કારણોસર આ રકમ ગ્રાહકોને પરત કરી દીધી હતી.

નોટબંધી પછી જવેલર્સનું વેચાણ વધી ગયું

આ ઉપરાંત બીજા એવા પણ કેસો જોવા મળ્યા હતા કે જેમાં જવેલર્સનું વેચાણ નોટબંધી પછી વધી ગયું હતું. જવેલર્સ જેટલું વેચાણ બે સપ્તાહમાં કરતા હતા તેટલું વેચાણ ફક્ત એક જ દિવસમાં થવા લાગ્યું હતું.આવી શંકાસ્પદ કમાણી કરનારા જવેલર્સને આવકવેરા વિભાગે નોટીસ મોકલી હતી. નોટિસમાં આ વેચાણનો હિસાબ માગવામાં આવ્યો હતો. વર્તમાન કાયદા મુજબ જવેલર્સને વિવાદાસ્પદ રકમની ૨૦ ટકા જમા કરાવવી પડશે. નોટબંધી દરમિયાન મોટા પાયે રોકડ જમા કરાવનારા જવેલર્સ પણ સરકારની રડારમાં હતાં. નાણા મંત્રાલયે આવા કેટલાક કેસોની તપાસ કરી હતી. નાણા મંત્રાલયની તપાસમાં જાણવા મળ્યું હતું કે અનેક જવેલર્સે નોટબંધી દરમિયાન જમા કરાવેલ રોકડની માહિતી આકારણી વર્ષ ૨૦૧૭-૧૮ના રિટર્નમાં દર્શાવી ન હતી. કેટલાક જવેલર્સના ખાતાવહીમાં સોના-ચાંદી અને ઘરેણા ખરીદવાની એન્ટ્રી કરી હતી પણ આ તમામ એન્ટ્રીઓ નકલી હતી.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!