GSTV

કામની વાત/ ટેક્સેબલ ઇનકમ નથી તેમ છતાં કપાઇ ગયો ટેક્સ! જાણો કેવી રીતે મળશે રિફંડ

ટેક્સ

Last Updated on July 22, 2021 by Bansari

Income Tax Rules: મોટાભાગે લોકોને ફરિયાદ રહે છે કે તેમની સેલરી ટેક્સેબલ નથી તેમ છતાં તેમનું TDS કપાઇ ગયું, અથવા જેટલી ટેક્સેબલ સેલરી છે તેનાથી વધુ TDS કપાઇ ગયુ. હવે તે તેના પરત કેવી રીતે મળશે. તેની રીત ખૂબ જ સરળ છે, ચાલો તમને જણાવીએ.

સેલરી અને TDSનું મિસમેચ છે, તો કેવી રીતે મેળવશો TDS રિફંડ

જો તમારી કંપનીએ ટેક્સેબલ સેલરીથી વધુ TDS કાપી લેવામાં આવ્યું છે, તો તમે TDS રિટર્ન ભરો. IT ડિપાર્ટમેન્ટ તમારી સેલરી પર થતુ ટોટલ ટેક્સ કેલ્ક્યુલેટ કરશે, જો આ ટેક્સ તમારી કંપની તરફથી કાપવામાં આવેલા ટેક્સથી ઓછુ હશે તો બાકી ટેક્સની રકમ તમને રિફંડ કરી દેવામાં આવશે. જો કંપની તરફથી કાપવામાં આવેલી રકમ ઓછી છે અને ટેક્સેબલ વધુ હોય છે તો IT ડિપાર્ટમેન્ટ તમને બાકી TDS જમા કરવાનું કહેશે. યાદ રહે કે તમારે રિટર્ન ફાઇલ કરતી વખતે તમારી બેંકનો IFSC કોડ જરૂર લખવાનો છે, ત્યારે જ રિફંડ તમારા ખાતામાં આવશે.

ટેક્સ

FD પર TDS કપાઇ જા, તો કેવી રીતે મેળવશો રિફંડ

જો તમારી સેલરી ઇનકમ ટેક્સને લાયક નથી, અથવા એમ કહીએ કે તમારી સેલરી પર કોઇ ટેક્સ નથી લાગતો, તેમ છતાં જો તમારી બેંક તમારી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર ટેક્સ કાપી લે છે તો તમને TDSની આ રકમ પણ પરત મળી શકે છે. તેની બે રીતો છે.

રીત નંબર-1: IT રિટર્નમાં તે વાતનો ઉલ્લેખ કરો. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારો ચુકવવા પાત્ર ટેક્સ ઓટોમેટિક કેલ્ક્યુલેટ કરશે. જો કોઇ ટેક્સ ન લાગે તો તમારા બેંક એકાઉન્ટમાં આ રકમ નાંખી દેવામાં આવશે.

રીત નંબર-2: તમે ફોર્મ 15G ભરો અને તમારી બેંકમાં જમા કરી લો. તમારી બેંકને જણાવો કે તમારી સેલરી ટેક્સેબલ નથી તેથી કપાયેલુ TDS પરત કરે.

ટેક્સ

સીનિયર સિટિઝન હોય તો શું કરશો?

સીનિયર સિટિઝનની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર કોઇ ટેક્સ ચુકવવાનો નથી હોતો. તેમ છતાં જો તમે આ વર્ષે 60 વર્ષના થઇ ચુક્યા છો અને ઇચ્છો છો કે બેંક તમારુ TDS ન કાપે તો ફોર્મ 15H ભરીને બેંકને આપી દો. જેથી તે વાતનું આશ્વાસન રહે કે આગળથી બેંક એફડીના વ્યાજ પર TDS નહીં કાપે.

TDS રિફંડનું સ્ટેટસ આ રીતે કરો ચેક

TDS રિફંડ જલ્દી આવે તો તેના માટે જરૂરી છે કે તમે તમારુ TDS સમયે ભરો, જેથી જેટલુ જલ્દી તમે રિટર્ન ફાઇલ કરશો રિફંડની પ્રક્રિયા પણ એટલી જ જલ્દી શરૂ થશે. જો તમે TDS રિફંડનું સ્ટેટસ જોવા માંગો છો તો તેના માટે તમારે ઇ-ફાઇલિંગ પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal/ પર જવાનું છે અને લોગઇન કરવાનું છે. તે બાદ ‘View e-Filed Returns/Forms’ સેક્શનમાં જાઓ. અસેસમેન્ટ યરના હિસાબે ITR ચેક કરો. એક અલગથી પેજ ખુલશે જ્યાં રિફંડનું સ્ટેટસ જોવા મળશે.

કેટલા દિવસમાં મળશે TDS રિફંડ

જો તમે ITR સમય પર ફાઇલ કર્યુ છે તો ત્રણથી છ મહિનામાં રિફંડ આવી જાય છે.

Read Also

Related posts

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Pravin Makwana

સર્વિસથી અસંતોષ / કંટાળેલા ગ્રાહકે શોરૂમ બહાર જ ટુવ્હીલરને દઇ દીધી આગચંપી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!