GSTV
Gujarat Government Advertisement

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Last Updated on May 16, 2021 by Pritesh Mehta

તૌકતે વાવાઝોડાને કારણે કર્ણાટકના 73 ગામને અસર થઈ છે. વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે રાજ્યમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વાવાઝોડાની અસરને કારણે 6 જીલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમાંથી 3 જીલ્લા સમુદ્ર કિનારાના વિસ્તારોમાં આવે છે.

તૌકતે

ગત 24 કલાકમાં ભારે વરસાદને કારણે 73 જેટલા ગામોમાં અસર જોવા મળી હતી. મેંગલુરુમાં સમુદ્રી કિનારાથી 17 કિલોમીટર દૂર એક જહાજના મેન્ટેનેન્સના કામમાં લાગેલી બોટના પલટી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય 6 લોકો ગુમ છે.

અરબી સમુદ્રમાંથી ઉભું થયેલા વાવાઝોડા તાઉ-તે (Tauktae) ને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ ચાલી રહ્યું છે. એક તરફ કર્ણાટકના ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને રાજ્યનાં કુલ 73 ગામોમાં ચક્રવાતી વાવાઝોડાની ભારે અસર થઈ છે. એ જ સમયે વાવાઝોડું તાઉ-તે પણ ગોવાના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું છે. જેની અસર પણજીમાં પણ જોવા મળી છે.

ગોવામાં વાવાઝોડાના તોફાનથી મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. રસ્તાઓ પર અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે તો રસ્તા ઉપર પાર્ક કરેલી ગાડીઓને પણ વજનદાર વૃક્ષના કારણે મોટું નુકસાન થયું છે. ગોવાના દરિયાકિનારે જોરદાર પવનની સાથે સાથે મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે.

ગોવામાં એરપોર્ટ બંધ, રાજ્યમાં ભારે નુકસાન

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે, વાવાઝોડાને કારણે રાજ્યમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે. જુદી-જુદી જગ્યાએ અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક વ્યક્તિ ઉપર ઝાડ પડ્યું તો બીજી બાજુ બાઇક પર જઇ રહેલા વ્યક્તિ પર ઇલેક્ટ્રિક પોલ પડતાં તેનું મોત નીપજ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!