GSTV

ફફડાટ/ 150 કિલોમીટરને ઝડપે આ જિલ્લામાં આજે ટકરાશે ચક્રવાત, 3073 લોકોનું સ્થળાંતર, સરકારે નંબર જાહેર કર્યા

તાઉ-તે

Last Updated on May 17, 2021 by Bansari

ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડાની સંભાવનાના પગલે આજે ૩૦૭૩ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા હતા. હવામાન ખાતાની આગાહી અનુસાર ગીર-સોમનાથ જિલ્લામાં તોકતે વાવાઝોડુ તા. ૧૭ નાં રોજ મોડી સાંજે ઉના આસપાસના વિસ્તારમાં ટકરાશે. પવનની ગતિ પ્રતિ કલાક ૧૫૦ કિ.મી. રહેશે. દરીયામાં ૩ મીટરના મોજા ઉછળશે.

સ્થળાંતર

તંત્ર દ્વારા તોકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી

ગીર-સોમનાથ વહીવટી તંત્ર દ્વારા તોકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. અધિકારી/કર્મચારીઓને હેડ ક્વાટર ન છોડવા જણાવામા આવ્યું છે. જિલ્લા કલેકટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે, દરીયા કીનારાના ૧૦ કિ.મી.ની હદમાં આવતા ૯૯ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં વેરાવળ તાલુકાના ૨૮ ગામો, સુત્રાપાડા તાલુકાના ૧૭ ગામો, કોડીનાર તાલુકાના ૨૦ ગામો અને ઉના તાલુકાના ૩૪ ગામોનો સમાવેશ થાય છે.

વેરાવળ તાલુકાના ૩૩૨ લોકો, સુત્રાપાડા તાલુકાના ૩૨૮ લોકો, કોડીનાર તાલુકાના ૬૭૧ લોકો અને ઉના તાલુકાના ૧૭૪૨ લોકોને કોવીડ ગાઇડ લાઇન મુજબના આશ્રયસ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને જરૂર પડયે વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા ભોજન, પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્ય ટીમ તૈનાત કરવામાં આવી છે. જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમનાં નંબર ૦૨૮૭૬-૨૮૫૦૬૩, ૨૮૫૦૬૪ છે.

સ્થળાંતર

ઝુપડપટ્ટીના લોકોને ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી

વેરાવળનાં દરિયા કિનારે આજે સાંજે ૬૦૦ કી.મી. વાવાઝોડું દૂર હોય પણ દરિયામાં કોઈ અસર દેખાતી ન હોય, દરિયો સાવ શાંત જણાયો હતો. મરીન પોલીસ સ્ટેશનો, નેવી, કોસ્ટગાર્ડ, પોલીસ કિનારા પર સતત ફરજ બજાવી રહયા છે. હજુ પણ ૩૬ બોટો દરિયામાં હોવાનું જાણવા મળે છે.

જાલેશ્વર બંદર વિસ્તાર, ભીડીયા, હીરાકોટ સહિત સાવ દરિયા નજીકની ઝુપડપટ્ટીઓ છે, ત્યાનાં લોકોને ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. કલેકટર, ડીડીઓ, એસપી સહિતનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેન્ડ ટુ છે. આ સાથે સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતાં દર્દીઓને કોઈ તકલીફ ન થાય એ માટે પણ ઓક્સિજન અને જનરેટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Read Also

Related posts

સોખડા: હરિપ્રસાદ સ્વામીના ડ્રાઇવર રહી ચૂકેલા પ્રાનેશને મંદિર છોડી દેવાની ધમકી મળી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

pratik shah

પંજાબ વિધાનસભા ચૂંટણી/ પંજાબના મતદારો નહીં કરી શકે 14 ફેબ્રુઆરીએ મતદાન ? ચૂંટણી પંચ આજે કરી શકે છે મોટી જાહેરાત

Pravin Makwana

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!