GSTV

લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે/ ગુજરાતના દરિયાકિનારે આ દિવસે ત્રાટકશે વાવાઝોડું, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

રાહત

Last Updated on May 14, 2021 by Bansari

લક્ષદ્વિપ પાસે આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલું લો પ્રેશર આવતીકાલે સવાર સુધીમાં વધુ શક્તિશાળી બનીને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આગામી ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ વાવાઝોડું ૧૮ મેના સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, જેના પગલે ૧૭થી ૧૯ મે એમ ૩ દિવસ સુધી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

વાવાઝોડુ

સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત વાદળો ખેંચી લાવતી સિસ્ટમ પણ સક્રિય

આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત વાદળો ખેંચી લાવતી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના પગલે ૧૫ મેના અમરેલી, ભાવનગર, દિવ, સુરત, ભરુચ વગેરે વિસ્તારમાં હળવાથી મધ્યમ-૧૬ મેના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, દિવ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી વગેરે વિસ્તારમાં હળવા-મધ્યમ વરસાદ- ૧૭ મેના વરસાદની તીવ્રતા વધશે અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાતમાં પણ આણંદ, દાહોદ, પંચમહાલ વગેરે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ૧૮-૧૯ના બે દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે અને ક્યાંક તો પૂર આવે તેવો અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.

વાવાઝોડું

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનો દરિયો તોફાની બનશે

આ ઉપરાંત સોમવારની સવારથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનો દરિયો તોફાની બનશે અને માછીમારોને ૧૬ મે પછી દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે. દરિયામાં ૬૦થી ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ અન્વયે એક તરફ હોર્ડીંગ બોર્ડ, વૃક્ષો, થાંભલા ધસી પડવાની, જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા છે તો બીજી તરફ વરસાદ પર્યાપ્ત માત્રામાં પડે તો વાવણી વહેલી થવાની પણ શક્યતા છે.

દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ૧ જૂન અને ગુજરાત સૌરાષ્ટ્રમાં ૧૫ જૂન આસપાસ થતું હોય છે પરંતુ, તેના એક માસ પહેલા આ વાવાઝોડાથી વરસાદ આવશે ત્યારે તેનાથી ચોમાસું મોડું થશે કે ચોમાસાને ખેંચી લાવશે તે કહેવું હાલ મુશ્કેલ છે.

વરસાદ

ગુજરાતમાં ક્યાં-ક્યારે વરસાદની આગાહી?

  • ૧૬ મે : અમરેલી-ભાવનગર-દીવ-સુરત-ભરૃચમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ.
  • ૧૭ મેઃ પ્રતિ કલાકે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, દીવ, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં હળવોથી મધ્યમ વરસાદ.
  • ૧૮ મે: ગીર સોમનાથ, દીવમાં ભારે જ્યારે દીવ-દમણ, દાદરા નગર હવેલી, આણંદ, દાહોદ, પંચમહાલમાં હળવોથી મધ્યમ વરસાદ.

Read Also

Related posts

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

અતિ મહત્વનુંં: અંબાજી ગબ્બર પરના ઉડન ખટોલા (રોપ-વે) 5 દિવસ રહેશે સંપૂર્ણ પણે બંધ

pratik shah

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!