GSTV
Gujarat Government Advertisement

વાવાઝોડું/ ગુજરાતમાં અહીંથી લોકોનું સ્થળાંતર શરૂ, 860 લોકોને સલામત સ્થળે ખસેડાયા

Last Updated on May 16, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત પર અત્યારે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેને લઇને રાજ્યમાં સાવચેતીના પગલે તૈયારીઓ થઇ રહી છે. ત્યારે માળિયા તાલુકાના જુમાવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે ઊંટબેટ ગામે પણ ૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૨ જનરેટર અને ડીઝલની વ્યવસ્થા કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં સ્થળાંતર પ્રક્રિયા શરૂ કરાઇ

વાવાઝોડાને પગલે એનડીઆરએફ ટીમો તહેનાત કરવામાં આવી છે. તંત્ર આગોતરી તૈયારી કરીને વાવાઝોડાને પગલે સૌથી ઓછું નુકશાન થાય તેમજ જાનહાની ના થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે. જેમાં મોરબી જીલ્લામાં સ્થળાંતર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. માળિયા તાલુકાના જુમાંવાડી વિસ્તારમાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. જેમને ન્યુ ટાટાનગર ખાતે રાખવામાં આવશે. જયારે મોરબીના ઊંટબેટ (શામપર) ગામે ૬૦ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે.

તે ઉપરાંત ઝીન્ઝુંડામાં ૩૦ અને શામપરમાં ૪૦ જેટલા લોકો જે કાચા મકાનમાં રહેતા હોય તેમને ગામની પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. તેવી માહિતી નાયબ મામલતદાર તેજસ પટેલ અને સંજયભાઈ પાસેથી પ્રાપ્ત થઇ છે. તો એનડીઆરએફ ટીમો સતત કાર્યરત હોવાનું એનડીઆરએફના પીઆઈ પુરોહિત અને પીઆઈ રાકેશે જણાવ્યું હતું.

દર્દીઓને ઓક્સિજન કે વેન્ટીલેટરમાં રૂકાવટ ના થાય તે માટે તંત્રનું આગોતરા આયોજન

વાવાઝોડાને પગલે મોરબી સિવિલ હોસ્પિટલે આગોતરા તૈયારી કરી છે. જેમાં હોસ્પિટલ ખાતે ૨ જનરેટર અને ૧૦૦ લીટર ડીઝલ રાખવામાં આવ્યું છે. જેથી ભારે પવનથી વીજળી ગુલ થઇ જાય તો પણ દર્દીઓને ઓક્સિજન કે વેન્ટીલેટરમાં રૂકાવટ ના થાય કોરોના વોર્ડમાં રહેલ દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે તંત્રએ આગોતરા આયોજન કર્યું છે. વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા આમરણ ખાતે ૨ આશ્રય સ્થાનો રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે જેથી સ્થળાંતર કરેલ લોકોને સમયસર ત્યાં ખસેડી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

અમદાવાદ રેલવે પોલીસને મળી મોટી સફળતા, 65 લાખના મોબાઇલ, બિયર સાથે બેની ધરપકડ કરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!