GSTV

ચક્રવાતી તોફાન/ 6 કલાકમાં વધુ ખતરનાક બનશે ‘તૌકતે’ ચક્રવાત : કેરળથી ગુજરાત સુધી હાઇ એલર્ટ, આ તારીખે ત્રાટકશે ગુજરાતમાં

Last Updated on May 15, 2021 by Pritesh Mehta

કેન્દ્ર સરકારે ચક્રવાતી તોફાન  ‘તૌકતે’  આગામી 6 કલાકમાં વધુ ખતરનાક બને તેવી સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન વિભાગે શનિવારે કહ્યું કે અરબ સાગર પર સર્જાયેલું પ્રેશર ઝોન હવે ચક્રવાતી તોફાન ‘તૌકતે’ માં ફેરવાઈ ગયું છે અને 18 મેની આસપાસ પોરબંદર અને નલિયા વચ્ચેનો ગુજરાતનો દરિયાકિનારો વટાવે તેવી સંભાવના છે. ‘તૌકતે’ 16 થી 18 મેની વચ્ચે અત્યંત ભીષણ તોફાનનું સ્વરૂપમાં રહેશે. વિભાગે આગામી 24 કલાકમાં કર્ણાટક માટે તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. અરબ સાગર ઉઠેલું ચક્રવાત કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા જેવા રાજ્યોમાં કહેર વર્ષાવી શકે છે.

તૌકતે

હવામાન વિભાગ દ્વારા બપોરે 1:45 કલાકે જારી કરાયેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, “આગામી છ કલાક દરમિયાન તે ‘ભીષણ ચક્રવાતી તોફાન’માં ફેરવાય તેવી સંભાવના છે અને પછીનાં 12 કલાકમાં તે’ અત્યંત ભીષણ ચક્રવાતી તોફાન ‘બની શકે.” તેનાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધવા અને 18 મેનાં દિવસે બપોરે કે સાંજનાં સમયે પોરબંદર તથા નલિયા વચ્ચે ગુજરાતનો સમબદ્ર કિનારે વટાવે તેવી સંભાવના છે.”

કેન્દ્ર અને દરિયાકાંઠાના રાજ્યોની સરકારો ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારી કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિકટવર્તી ચક્રવાત  ‘તૌકતે’ સાથે સંકળાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ ચક્રવાતને પગલે રાહત અને બચાવ કામગીરીનાં હેતુ માટે તેની ટીમોની સંખ્યા 53 થી વધારીને 100 કરી છે.

વાવાઝોડું

કેન્દ્રીય જળ આયોગે પણ કેરળના મધ્ય અને ઉત્તરીય ભાગ, નજીકના દક્ષિણ કાંઠાનાં અને કર્ણાટકના દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં ચક્રવાત માટે મધ્યમથી ઉચ્ચ સ્તરના જોખમની ચેતવણી જારી કરી છે. ગોવામાં ચક્રવાતને પગલે સરકારે જરૂરી પગલાં લીધાં છે. આઇએમડી અનુસાર, ચક્રવાતને કારણે કોંકણ અને ગોવામાં 15 અને 16 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગોવા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે કહ્યું કે તેણે પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે પોતાના કર્મચારીઓને તૈયાર રાખ્યા છે.

મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યનાં સમુદ્ર કિનારાનાં જિલ્લાઓનાં અધિકારીઓને સાવધાન રહેવા અને પરિસ્થિતીનાં સામના માટે ઉપકરણોથી સુસજ્જ રહેવાની સુચના આપી છે. તૌકતે વાવાઝોડાને પગલે પોરબંદરનું તંત્ર એલર્ટ થયુ  છે. તો બીજી તરફ જિલ્લાના તમામ કર્મચારી- અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. વાવાઝોડના એલર્ટના કારણે બંદર પર બે નંબરનું  સિગ્નલ લગાવ્યું છે.  વાવાઝોડના એલર્ટ બાદ એન.ડી.આર.એફ.ની બે ટીમો પોરબંદરમાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

વાવાઝોડાની અસર થાય તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી નુકસાની થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વાવાઝોડાના પગલે માધવપુર થી મિયાણી સુધી આવતા જિલ્લાના સમુદ્રી તટ પરના 30 ગામો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા  છે.વાવાઝોડા પહેલા સુરક્ષાના ભાગરૂપે ગામના લોકોને અન્ય જગ્યાએ ખસેડવા માટે ગામના તલાટીને સ્ટેન્ડબાય રખાયા છે. સમુદ્રી તટ પરના ગામો પર બનાવેલા સાયકલોન સેન્ટરોમાં 2 હજાર લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!