GSTV
Gujarat Government Advertisement

Tauktae Cyclone / ભારે પવન સાથે વરસાદ પડતા કર્ણાટકમાં 4 અને ગોવામાં 2ના મોત, એરપોર્ટ બંધ

Tauktae Cyclone

Last Updated on May 16, 2021 by Dhruv Brahmbhatt

અરબી સમુદ્રમાંથી ઉભું થયેલા વાવાઝોડા તાઉ-તે (Tauktae) ને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ ચાલી રહ્યું છે. એક તરફ કર્ણાટકના ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને રાજ્યનાં કુલ 73 ગામોમાં ચક્રવાતી વાવાઝોડાની ભારે અસર થઈ છે. એ જ સમયે વાવાઝોડું તાઉ-તે પણ ગોવાના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું છે. જેની અસર પણજીમાં પણ જોવા મળી છે.

ગોવામાં વાવાઝોડાના તોફાનથી મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. રસ્તાઓ પર અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે તો રસ્તા ઉપર પાર્ક કરેલી ગાડીઓને પણ વજનદાર વૃક્ષના કારણે મોટું નુકસાન થયું છે. ગોવાના દરિયાકિનારે જોરદાર પવનની સાથે સાથે મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે.

ગોવામાં એરપોર્ટ બંધ, રાજ્યમાં ભારે નુકસાન

ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે, વાવાઝોડાને કારણે રાજ્યમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે. જુદી-જુદી જગ્યાએ અકસ્માતમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક વ્યક્તિ ઉપર ઝાડ પડ્યું તો બીજી બાજુ બાઇક પર જઇ રહેલા વ્યક્તિ પર ઇલેક્ટ્રિક પોલ પડતાં તેનું મોત નીપજ્યું હતું.

સીએમ સાવંતે કહ્યું કે, વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધી શકે છે.

100 થી વધુ મકાનોને ખરાબ રીતે મોટું નુકસાન થયું છે. જ્યારે 100થી વધારે મકાનોને સામાન્ય નુકસાન થયું છે. 500 થી પણ વધુ વૃક્ષોને પડ્યા હોવાની માહિતી સામે આવી છે. હાલમાં ગોવાના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી નથી. અનેક રસ્તાઓ પણ બ્લોક થઇ ગયા છે. જેથી સ્થિતિ સામાન્ય થતા બે દિવસનો સમય લાગશે. વાવાઝોડાને કારણે ગોવામાં એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ અને ભારે પવન 17 મે સુધી ચાલુ રહેશે.

તાઉ-તે વાવાઝોડાને કારણે કેરળના તિરુવનંતપુરમના તટીય વિસ્તારમાં આવેલા ગામ વલિયાથુરામાં ઘણા ઘરોને નુકસાન થયું હતું. એક મહિલાએ આ દરમિયાન જણાવ્યું કે, ભારે પવનને કારણે તેનું અડધું ઘર ઉડી ગયું અને તેણે પોતાના બાકીનું ઘર તથા સામાન બચાવવા ઘણી મહેનત કરવી પડી હતી. કેરળમાં ભારે વરસાદ અને પવનને કારણે ઘણા મકાનોને નુકસાન થયું હતું. તિરુવનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશુર અને મલપ્પુરમમાં ભારે વરસાદ અને ઝડપી પવનોને કારણે ઘણા સ્થળોએ મોટાપાયે નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં લોકોને રાહત શિબિરોમાં મોકલવામા આવી રહ્યાં છે અને કોરોના સંબંધિત ગાઈડલાઈન્સનું પાલન કરવામા આવી રહ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કન્નૂર જીલ્લાના તટ પર માછલી પકડવા ગયેલ એક નાની બોટ પરના 3 માછીમારોના જીવ બચાવ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહે યોજી સમીક્ષા બેઠક

એ દરમિયાન, વાવાઝોડાની તૈયારી માટે ગૃહમંત્રી અમિત શાહે આજે (રવિવારે) સમીક્ષા બેઠક યોજી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ-દીવ અને દાદર નગર હવેલી રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ શામેલ થયા હતાં. ગૃહમંત્રીએ વાવાઝોડા અસરગ્રસ્ત રાજ્યોને પાવર બેકઅપ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપી છે.

વાવાઝોડા આવે ત્યારે વીજ પુરવઠામાં કોરોનાના દર્દીઓ અને હોસ્પિટલોની અછત ન હોવી જોઇએ એમ પણ જણાવ્યું. વાવાઝોડાથી અસરગ્રસ્ત રાજ્યોના ડીએમઓને પણ ઓક્સિજન સપ્લાય ન ઘટાડવા સૂચના આપવામાં આવી હતી. અમિત શાહે કહ્યું કે, વાવાઝોડા દરમિયાન સ્થાનિક સંસ્થાઓ સક્રિય રહેવી જોઇએ.

ગૃહ મંત્રાલયે વાવાઝોડાને પહોંચી વળવા 24 × 7 કંટ્રોલ રૂમ ખોલ્યો છે. તે જ સમયે, ગૃહ મંત્રાલયે રાજ્યોને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર હવાઈ દળ, નેવી, એનડીઆરએફની વધુ જરૂર હોય તો કોઈ પણ સ્તરે મદદ કરવા અમે તૈયાર છીએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!