GSTV

રાજ્યભરમાં વરસાદ/ ગુજરાતને ઘમરોળી રહ્યું છે વાવાઝોડું, આ જિલ્લાઓમાં 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, અહીં બોટ તણાઈ

વાવાઝોડું

Last Updated on May 18, 2021 by Bansari

ગુજરાત માટે ગઈકાલની રાત એ કતલની રાત હત. જેમાં ગુજરાત સુપેરે પાર ઉતર્યું હોવાની આશંકા છે. રાજ્યભરમાંથી કોઈ મોટી જાનહાનીના હાલ પૂરતા કોઈ સમાચાર નથી. રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હાલમાં ઘણા શહેરમાં અંધારપટ અને રોડ રસ્તાઓ તૂટી ગયા હોવા સિવાય જાનહાનીના કોઈ સમાચાર નથી. રૂપાણી સરકાર માટે મોટી ખુશખબર એ છે કે આ વાવાઝોડાને સરકારે આયોજન થકી નુક્સાન થતું ગુજરાતમાં અટકાવ્યું છે. હાલમાં રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે.

વેરાવળના દરિયામાં ભારે પવનને કારણે ભીડીયા બંદર પાસે 1 બોટ ડૂબી

વેરાવળના દરિયામાં ભારે પવનને કારણે ભીડીયા બંદર પાસે 1 બોટ ડૂબી છે. ભીડીયા બંદર પર ભારે પવનને કારણે લાંગર છૂટી જતા 3 બોટ દરિયામાં જતી રહી છે. જે પૈકી 1 બોટ ડૂબી ગઇ. જો કે બોટના 10 ખલાસીઓ અન્ય બે બોટમાં ચડી જતા તેનો આબાદ બચાવ થયો છે. જો કે બેટમાં રહેલા 10 માછીમારોનું રેસ્ક્યુ કરવા અન્ય બોટ દરિયામાં જઇ શકે તેવી સ્થિતિ નથી. આથી ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોર કુહાડાએ માછીમારોને બચાવવા માટે હેલિકોપ્ટર સેવા ઉપયોગમાં લેવામાં આવે તેવી માંગ કરી છે. તેમણે આ મામલે જિલ્લા કલેક્ટર, સાંસદ તેમજ કોસ્ટગાર્ડને જાણ કરી છે. હાલ આ બોટ સોમનાથ મંદિર સામે મધદરિયે પડી છે.

વાવાઝોડું
  • વેરાવળ-જાફરાબાદ બંદર પર ખુબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવાયું
  • 17 જિલ્લામાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા
  • વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે, ભારે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી
  • તાઉ-તે વાવાઝોડાથી 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં એક ઇંચ વરસાદ
વાવાઝોડું

લેન્ડ ફોલ બાદ વાવાઝોડુ ધીરે ધીરે નબળુ પડી રહયું છે તાઉ તે

તો ઉના પાસે તાઉ તેના લેન્ડ ફોલ બાદ વાવાઝોડુ ધીરે ધીરે નબળુ પડી રહયું છે. તેમ છતા તેની સ્પીડ હજુ પણ દોઢસો કિમી પ્રતિકલાકની છે. આ વાવાઝોડુ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં અમરેલીના દક્ષિણેથી વીસ કિમી દૂર હતુ. વાવાઝોડાની આગળ વધવાની ગતિ પણ હવે ૧૧ કિમી પ્રતિકલાકની છે. તાઉતે વાવાઝોડાને કારણે અમેરલી, ભાવનગર, બોટાદમાં ૧ર૦થી ૧૩૦ કિમીની ઝડપે વાવાઝોડુ ફૂંકાશે. તો જ્યારે કે ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ખેડા, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદમાં ૧ર૦ કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે.

રાજકોટમાં મોડી રાતે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. એટલું જ નહીં તોફાની પવન સાથે મધરાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઇને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને લોકોને કારણ વગર બહાર ન નીકળવા માટે અપીલ કરી હતી.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!