GSTV

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

ભારતીય રેલવેએ ગેરકાનૂની સોફ્ટવેરનો સપાટો બોલાવ્યો છે, જે અંતર્ગત 60 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. જે આવા પ્રકારની ટિકિટોનું બુકીંગ કરી લેતા હતા. રેલવેના આ પગલાથી હવે સરળતાથી તત્કાલમાં ટિકિટો મળતી થશે.

રેલવે સુરક્ષાના ઉચ્ચ અધિકારીએ અરુણ કુમારે જણાવ્યું હતું કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી એક વ્યક્તિ કલકત્તાનો પણ છે, અને શંકા છે કે,આ શખ્સનું કનેક્શન બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરીમાં જ રેલવેએ ઈ-ટિકિટના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એએનએમએસ, મૈક અને જગુઆર જેવા ગેરકાનૂની સોફ્ટવેર IRCTCના લોગીન કૈપ્ચા, બુકીંગ કૈપ્ચા અને બૈંક ઓટિપીને બાઈપાસ કરે છે, જ્યારે સામાન્ય ગ્રાહકોને આ તમામ પ્રક્રિયામાંથી પસાર થવુ પડે છે. તેમણે જણાવ્યું હતું કે, બુકીંગ પ્રક્રિયામાં આમ જોવા જઈએ તો, 2.55 મિનીટનો સમય લાગે છે, પણ આવા સોફ્ટવેરનો ઉપયોગ કરતા માત્ર 1.48 મિનીટ જ લાગે છે.

રેલવે એજન્ટોને તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપતુ નથી, ગત બે મહિનામાં આરપીએફે લગભગ 60 ગેરકાયદેસર એજન્ટોને પકડ્યા છે, જે આવા સોફ્ટવેરની મદદથી ટિકિટ બુક કરતા હતા. તેથી સામાન્ય ગ્રાહકોને ટિકિટ બુક કરવામાં ખૂબ મુશ્કેલીઓ આવી રહી હતી.

READ ALSO

Related posts

અમદાવાદના વસ્ત્રાપુરમાં ઓટલા પરિષદ કરી ગપ્પા મારતી મહિલાઓ સામે નોંધાયો ગુનો

Karan

કોરોના સામે લડવા માટે ભારતમાં 49 દિવસ સંપૂર્ણ રીતે દેશવ્યાપી લોકડાઉન આપો, આ યુનિ.ની સરકારને ભલામણ

pratik shah

લૉકડાઉન ઇફેક્ટ: વધી જશે તમારા પ્રીપેડ પ્લાનની વેલીડીટી, TRAIએ ટેલિકોમ કંપનીઓને લખ્યો પત્ર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!