GSTV

ટાટાની હાર અને મિસ્ત્રીની જીતની અસર કંપનીઓ પર પડી, લિસ્ટેડ કંપનીઓના શેરના થયા આ હાલ

ટાટા Vs મિસ્ત્રીની લડાઈએ આજે એક નવો વળાંક લીધો છે. 2016માં ટાટા સમૂહની પેરન્ટ ટાટા સન્સના ચેરમેન પદે સાયરસ મિસ્ત્રીને દૂર કરવામાં આવ્યા હતા. ટાટા સન્સમાં મહત્વનો હિસ્સો ધરાવતા શાપૂરજી પાલોનજીના પુત્ર સાયરસ મિસ્ત્રીએ આ નિર્ણયે NCLTમાં પડકાર્યો હતો અને લો ટ્રીબ્યુનલે આ નિર્ણયને માન્ય રાખીને સાયરસ મિસ્ત્રીની અરજી ફગાવી હતી. જોકે મિસ્ત્રીએ NCLTના ચુકાદાની સામે NCLATમાં અરજી કરી હતી અને આજે આવેલ ચુકાદામાં NCLATએ ટાટા સન્સ દ્વારા ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીની હલાલપટ્ટીને ગેરમાન્ય ઠેરવી છે. એપેલેટ ટ્રીબ્યુનલે ચાર સપ્તાહમાં ફરી મિસ્ત્રીને પદભાર આપવા આદેશ કર્યો છે. આ સાથે ફરી ટાટા સન્સના વડા અને ટાટા ગૃપની કંપનીઓમાં સાયરસ મિસ્ત્રીની મહત્વની ભૂમિકા રહેશે. મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાના આદેશ બાદ ટાટા સમૂહના શેરમાં એકાએક કડાકો જોવા મળ્યો હતો. ટાટા સમૂહની લિસ્ટેડ બધી જ કંપનીઓ ઉપલા મથાળેથી તૂટી હતી.

નિર્ણય ભારતીય રિઝર્વ બેન્કના નિયમોને અનુરૂપ પણ નહોતો

સાઈરસ મિસ્ત્રીને ટાટા સન્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ(ટીસીએસ)ના ક્રમશઃ ચેરમેન અને ડિરેક્ટર પદેથી બરખાસ્ત કરવાનો નિર્ણય કંપની એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન હતું. માહિતી અધિકાર (આરટીઆઈ) અંતર્ગત માગવામાં આવેલી જાણકારીમાં આરઓસી મુંબઈએ જવાબ આપ્યો છે કે આ નિર્ણય ભારતીય રિઝર્વ બેન્કના નિયમોને અનુરૂપ પણ નહોતો. સૌથી ખાસ વાત એ છે કે આ નિર્ણય ટાટાના ખુદના કંપની નિયમોની પણ વિરુદ્ધમાં હતો.

કંપની નિયમોમાંના નિયમ-118નું પણ ઉલ્લંઘન

આરટીઆઈ અંતર્ગત આ ખુલાસો થયો છે. શાપોરજી પલ્લોનજી ગ્રૂપના રોકાણ યુનિટોએ 31 ઓગસ્ટના રોજ આ મામલે અરજી કરીને જવાબ માગ્યો હતો. આરટીઆઈમાં મળેલા જવાબમાં જણાવાયું છે કે મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન અને ટીસીએસના ડિરેક્ટર પદેથી હટાવવા એ કંપની એક્ટ, 2013ની સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત આ રિઝર્વ બેન્કના એનબીએફસીના સંચાલન નિયમોનું પણ ઉલ્લંઘન છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટાટા સન્સના ખુદના કંપની નિયમોમાંના નિયમ-118નું પણ ઉલ્લંઘન છે.

મિસ્ત્રીનો પરિવાર ટાટા સન્સમાં સૌથી મોટો શેરધારક

ટાટા સન્સના પ્રવક્તાએ આ મામલે જવાબ આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે અમે અદાલતમાં પેન્ડિંગ કેસો પર ટિપ્પણી કરતા નથી. આ જવાબ 24 ઓક્ટોબર, 2016ના રોજ બોર્ડરૂમમાં મિસ્ત્રીને ગ્રૂપના ચેરમેન પદેથી હટાવાયા પછી ટાટા દ્વારા તૈયાર કરાયેલા દસ્તાવેજોનાં આધારે અપાયો છે. એનસીએલટીએ મિસ્ત્રી દ્વારા પોતાના સસ્પેન્શનને પડકારતી અરજી નકારી હતી. તેઓ કંપનીના વૈશ્વિક મુખ્યાલય બોમ્બે હાઉસમાં લગભગ ચાર વર્ષ જેટલો સમય આ પદ પર રહ્યા હતા. મિસ્ત્રીનો પરિવાર ટાટા સન્સમાં સૌથી મોટો શેરધારક છે. કંપનીમાં તેમની હિસ્સેદારી 18.4 ટકા છે.

Related posts

અગ્નિકાંડ/ આ ઘટનાને રાજકોટના મેયર બીનાબહેન આચાર્યએ કુદરતી રીતે લાગેલી આગ ગણાવતા વિવાદ વકર્યો

pratik shah

મક્કમ/ ખેડૂતોની જિદ સામે પોલીસની એકપણ ના ચાલી, સિંધુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા

Bansari

અમદાવાદમાં નવેમ્બરમાં કોરોના વકર્યો : અત્યારસુધીમાં સૌથી વધારે કેસ, કોરોનાનો ઉથલો ગુજરાતને ભારે પડ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!