GSTV

ટાટાને મળ્યો સંસદની નવી બિલ્ડીંગ સેંટ્રલ વિસ્ટા બનાવવાનો કોન્ટ્રાક્ટ, આ દિગ્ગજ કંપનીઓને આપી માત

સંસદ ભવનન નવી બિલ્ડીંગ સેંટ્રલ વિસ્ટા બનાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા ગ્રુપને મળ્યો છે. સંસદની નવી બિલ્ડીંગ માટે 861.90 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચથી નવા સંસદ ભવનના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવ્યો.

ક્યાં બનશે આ નવુ બિલ્ડીંગ

ટાટાએ આ કોન્ટ્રાક્ટ નિર્માણ ક્ષેત્રમાં મોટી કંપની લાર્સન એન્ડ ટુર્બો અને શપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડને હરાવીને જીત્યો છે. આ પહેલા સાત કંપનીઓ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે રેસમાં ઉતરી હતી. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે અંતિમ રૂપે ત્રણ કંપનીઓને કોન્ટ્રાક્ટ માટે પસંદગી કરવામાં આવી હતી. સંસદની નવી બિલ્ડીંગ પાર્લિયામેન્ટ હાઉસના પ્લોટ નંબર 118 ઉપર બનશે. આ નવી બિલ્ડીંગનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ થશે. ટાટા કંપનીનું નામ ટાટા પ્રોજેક્ટ લિમિટેડ છે.

નવા સંસદ ભવનનો કુલ વિસ્તાર હશે 65000 વર્ગમીટરનો

સંસદના નવા ભવનનો કુલ વિસ્તાર લગભગ 65000 વર્ગમિટર છે. જેમાં લગભગ 16921 વર્ગમીટરનું બેસમેન્ટ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. આ બે માળની છે. નવા સંસદ ભવન 2022માં જ્યારે ભારત સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ મનાવશે ત્યાં સુધીમાં તૈયાર થઈ જશે. સંસદની વર્તમાન બિલ્ડીંગ બ્રિટીશ કાળમાં બની છે. જે સર્કુલર છે. નવી બિલ્ડીંગની ડિઝાઈન ત્રિકોણ આકારની રહેશે. આ પહેલા સરકારે તેના ઉપર 940 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અનુમાન લગાવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે લાર્સન એન્ડ ટુર્બો તરફથી 865 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે, સંસદની વર્તમાન બિલ્ડીંગનું રિનોવેશન કરીને તેને અન્ય કાર્યોના પ્રયોગમાં લેવામાં આવશે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!