વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીની દિલદારી, આપ્યું એટલી મોટી રકમનું દાન કે બનાવી દીધો નવો રેકોર્ડ

azim premji donation

દેશના જાણીતા ઉદ્યોગપતિ સાહસિક વીપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ પોતાના હકના 37 ટકા શેર એટલે કે આશરે 52,750 કરોડ રૂપિયા સામાજિક કાર્ય માટે દાનમાં આપી દીધા હતા.

આ દાનનો લાભ તેમણે સ્થાપેલી અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સંસ્થાને મળશે. અત્યાર સુધીમાં અઝીમ પ્રેમજીએ પોતાની અંગત સંપત્તિમાંથી 1,45,000 કરોડ રૂપિયા (અમેરિકી ડૉલર્સ ગણીએ તો 21 અબજ ડૉલર્સ) દાનમાં આપ્યા છે. ભારતમાં આટલી મોટી રકમનું દાન અગાઉ કોઇ એક વ્યક્તિએ આપ્યું નથી. 

આ દાન દ્વારા અઝીમ પ્રેમજી બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવા દાનવીરોની હરોળમાં પહોંચી ગયા હતા. વીપ્રો લિમિટેડના આર્થિક સ્વામીત્વના આ 67 જેટલી રકમ થવા જાય છે. ફોર્બ્સ મેગેઝિનમાં પ્રગટ થયેલી યાદી મુજબ અઝીમ પ્રેમજી કુલ 21.8 બિલિયન અમેરિકી ડૉલર્સની છે. એશિયાના સૌથી વધુ શ્રીમંત ગણાતા લોકોમાં અઝીમ પ્રેમજી મોખરે રહ્યા છે.

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ વધુ ૫૨,૭૫૦ કરોડ રૃપિયાનું દાન આપ્યું હતું. તે સાથે જ વિપ્રોના ચેરમેને અત્યાર સુધીમાં કુલ ૧.૪૫ લાખ કરોડ રૃપિયાનું દાન આપ્યું છે. આટલો માતબર હિસ્સો દાનમાં આપનારા પ્રેમજી પ્રથમ ભારતીય બિઝનેસમેન હોવાનો દાવો થયો હતો.

વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ ૫૨,૭૫૦ કરોડ રૃપિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમના અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને આ દાન મળશે અને એમાંથી વિવિધ સામાજિક કાર્યો થશે. આ સાથે જ અઝીમ પ્રેમજીએ દાન કરેલી રકમ ૧.૪૫ લાખ કરોડે પહોંચી હતી. તેમણે તેમના હિસ્સાની ૩૪ ટકા રકમ દાન આપી તે સાથે વિપ્રોમાંથી તેમણે દાનમાં આપેલી સંપત્તિનો હિસ્સો ૬૭ ટકા થવા જાય છે.

આટલો માતબર હિસ્સો દાનમાં આપ્યો હોય એવા અઝીમ પ્રેમજી પ્રથમ બિઝનેસમેન હોવાનો દાવો થયો હતો. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન તરફથી છેલ્લાં પાંચ વર્ષમાં ૧૫૦ સ્વૈચ્છિક સંસ્થાઓને આર્થિક સહાય મળી હતી. દેશભરના વિવિધ રાજ્યોની સંસ્થાઓને આ ફાઉન્ડેશને આર્થિક સહયોગ આપ્યો હતો.

પબ્લિક સ્કૂલની સિસ્ટમ બહેતર બનાવવાથી લઈને નવા સંશોધનો માટે પ્રોત્સાહક વાતાવરણ બનાવવા સુધીનું કામ આ ફાઉન્ડેશનના માધ્મયથી થતું હોવાનું ફાઉન્ડેશને જારી કરેલાં એક નિવેદનમાં કહેવાયું હતું. ઉત્તરાખંડ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, પુડુચેરી, તેલંગણા, મધ્યપ્રદેશ સહિતના કેટલાય રાજ્યોમાં તેમની સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય છે અને એમાં અઝીમ પ્રેમજીએ આપેલા દાનની રકમનો ઉપયોગ થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter