GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

ઈલેક્ટ્રિક કાર/ Tata Tigor નવા વેરિયન્ટમાં થઈ લોન્ચ, સિંગલ ચાર્જમાં 315 કિમીથી વધુનું અંતર કાપશેઃ કિંમતમાં થશે આટલો ફાયદો

ટાટા મોટર્સે તેની Tigor EV ને નવા મોડલમાં લોન્ચ કરી છે. કંપનીએ આ ઈલેક્ટ્રિક સેડાન કારમાં કેટલાક નવા ફીચર્સનો ઉમેરો કર્યો છે. જે પછી તેના સિંગલ ચાર્જ રેન્જમાં પણ વધારો કર્યો છે. કંપનીનું આ વાહન Tigor હવે ફુલ ચાર્જ થવા પર 315 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. અર્થાત આ ઈલેક્ટ્રિક વ્હિકલથી દિલ્હીથી ચંદિગઢ સુધીનું અંતર સરળતાથી કાપી શકાય છે. આની પ્રારંભિક કિંમત 12.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ વેરિઅન્ટમાં પણ ફેરફાર કર્યો છે અને હવે XZ+ LUXને ટોચના વેરિઅન્ટ તરીકે રજૂ કર્યું છે.

જુદા જુદા વેરિયન્ટની એક્સ શો રૂમ કિંમત

  • XZ+ LUX રૂ. 13,75,000
  • XE રૂ 12,49,000
  • XT રૂ 12,99,000
  • XZ+ રૂ. 13,49,000
  • XZ+ LUX રૂ. 13,75,000

આવા ફિચર્સ આપવામાં આવ્યા

Tigorઆ ઇલેક્ટ્રિક કાર હવે નવા મેગ્નેટિક રેડ કલર ઓપ્શનમાં પણ ઉપલબ્ધ થશે. ટીગોર ઈવીમાં લેધરેટ અપહોલ્સ્ટરી, લેધર રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, ઓટો હેડલેમ્પ્સ અને ક્રુઝ કંટ્રોલ જેવી નવી લક્ઝરી અને કમ્ફર્ટ ફિચર્સને જોડવામાં આવ્યું છે. Tigor માં મલ્ટી મોડ રેજેન, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, સ્માર્ટવોચ કનેક્ટિવિટી, iTPMS અને ટાયર પંચર રિપેર કીટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. જે તમારા સફરને આસાન બનાવી દે છે.

બેટરી અને પાવર

ટાટા Tigor EV માં 26-kWh લિક્વિડ-કૂલ્ડ, હાઈ એનર્જી ડેન્સિટી બેટરી આપવામાં આવી છે. આ એક IP67 રેટેડ બેટરી પેક છે જેનો ઉપયોગ ખરાબ હવામાન અથવા ખરાબ રસ્તાઓની ચિંતા કર્યા વિના ઉપયોગ કરી શકાય છે. તેની ઇલેક્ટ્રિક મોટર 55 kW નું પીક પાવર આઉટપુટ અને 170 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.

ગ્રાહકોને ફ્રીમાં મળશે ફિચર્સ

ખાસ વાત એ છે કે કંપની સોફ્ટવેર દ્વારા હાલના Tigor EV માલિકોને ફીચર્સ અપડેટ કરી રહી છે. એવું જ કંઈક નેક્સન ઈવી પ્રાઈમ સાથે પણ કરવામાં આવ્યું હતું. ગ્રાહકો તેમના વાહનોને મલ્ટી-મોડ રિજનરેશન, iTPMS અને ટાયર પંચર રિપેર કીટ સાથે અપગ્રેડ કરાવી શકે છે. 20 ડિસેમ્બર, 2022 થી, ટાટા મોટર્સના કોઈપણ અધિકૃત સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ સેવાનો લાભ લઈ શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV