GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

ટાટા મોટર્સે ફેસ્ટિવ સિઝનની પોતાની તૈયારીને બૂસ્ટ આપતાં આજે બુઘવારે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર Tata Tiago EV લોન્ચ કરી છે. ટાટા મોટર્સે ઘરેલું ઈલેક્ટ્રીક કાર બજાર (Indian Electric Car Market)માં પહેલાથી દબદબો છે અને હવે પહેલી હેચબેક ઈલેક્ટ્રીક વ્હીકલનાં લોન્ચ થતાં જ કંપનીનું વર્ચસ્વ હજુ વધશે તેવી સંભાવના છે. તેની સાથે ગ્રાહકોનાં મહિના સુધી જોવાતી રાહનો પણ આજે અંત આવી ગયો છે. કંપનીએ ખૂબ જ ઓછી કિંમતે આ કારમાં શાનદાર ફીચર્સ આપ્યા છે.

Tiago EV આ ફિચર્સથી સજ્જ છે

કંપનીએ પોતાની નવી ઇલેક્ટ્રિક કારમાં ઘણા નવા ફીચર્સ આપ્યા છે. તેમાં 24kWh બેટરી પેક છે, જે એકવાર સંપૂર્ણ ચાર્જ કર્યા પછી 315 કિલોમીટરની રેન્જ આપવામાં સક્ષમ છે. બીજી તરફ, 19.2 kWh બેટરી પેક ઓપ્શન સિંગલ ચાર્જ પર 250 કિમી સુધી ચાલી શકે છે. કંપનીએ તેમાં સમાન ઇલેક્ટ્રિક મોટર અને ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ સેટઅપ આપ્યું છે, જે આપણે પહેલાથી જ Tigor EVમાં જોઈ ચૂક્યા છીએ.

Tata

આ મોટર 74.7PS પાવર અને 170Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ સિવાય કંપનીએ Tiago EVમાં ક્રૂઝ કંટ્રોલ, મલ્ટીપલ રી-જેન મોડ જેવા ફીચર્સ પણ આપ્યા છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી લગભગ 57 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આ કાર માત્ર 5.7 સેકન્ડમાં શૂન્યથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે.

કિંમત જાણીને થઈ જશો હેરાન

કિંમત વિશે વાત કરીએ તો, પહેલાથી જ અપેક્ષા હતી કે આ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર જ નહીં, પરંતુ તેની કિંમત 10 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કંપનીએ કિંમતો જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. કંપનીએ કહ્યું કે આ કારની એક્સ-શોરૂમ કિંમત પહેલા 10 હજાર ગ્રાહકો માટે 8.49 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તે જ સમયે, તેના ટોપ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 11.79 લાખ રૂપિયા છે.

તેમાંથી 2000 કાર કંપનીના જૂના ગ્રાહકો માટે રિઝર્વમાં રાખવામાં આવશે. Tata Tiago માટે બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ થશે અને ડિલિવરી જાન્યુઆરી 2023થી શરૂ થશે. Tata Tigor EV અત્યાર સુધીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હતી, જેની કિંમત એક્સ-શોરૂમ રૂ. 12.49 લાખથી શરૂ થાય છે. અન્ય કંપનીઓની વાત કરીએ તો, કોઈપણ કંપની 20 લાખ રૂપિયાથી ઓછી રેન્જમાં ઇલેક્ટ્રિક વાહનો ઓફર કરતી નથી.

ટાટાની ત્રીજી ઇલેક્ટ્રિક કાર

ટાટા મોટર્સે SUV અને સેડાન કેટેગરીમાં ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કર્યા છે. SUV સેગમેન્ટમાં Tata Nexon EVને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે અને ટાટા મોટર્સ દ્વારા EV માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. તે જ સમયે, કંપનીએ થોડા સમય પહેલા Tata Tigor EVને સેડાન શ્રેણીમાં રજૂ કરી હતી. હવે હેચબેકમાં પણ કંપનીએ ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનનો વિકલ્પ આપ્યો છે. કિંમતના સંદર્ભમાં પણ, આ નવા ઇલેક્ટ્રિક વાહનને હાથો-હાથ વેચાવવાની અપેક્ષા છે.

Tata

હવે 7 ઈલેક્ટ્રિક કાર લોન્ચ થશે

તમને જણાવી દઈએ કે ટાટા મોટર્સે વર્ષ 2026 સુધીમાં 10 ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. Tata Nexon EV અને Tata Tigor EV પછી, હવે Tata Tiago EVના લૉન્ચ સાથે, અત્યાર સુધીમાં ત્રણ Tata ઇલેક્ટ્રિક કાર બજારમાં આવી ચૂકી છે. આનો અર્થ એ થયો કે આગામી 3-4 વર્ષમાં ટાટા મોટર્સ વધુ 7 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટાટા મોટર્સે પ્રથમ વખત યુકેમાં કન્સેપ્ટ વ્હીકલ તરીકે Tiago EVનું પ્રદર્શન કર્યુ હતું. જે બાદ તેની ઝલક 2018 ઓટો એક્સપોમાં પણ જોવા મળી હતી.

ભારતીય ઇવી માર્કેટમાં ટાટાનો દબદબો

ટાટા મોટર્સને અત્યાર સુધીમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીની Tata Nexon EV ભારતમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. ટાટા મોટર્સ ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં 88 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ ઓગસ્ટ 2022માં કુલ 3,845 ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું હતું જેમાં Nexon EV Prime, Nexon EV Max અને Tigor EVનો સમાવેશ થાય છે. અગાઉ, કંપનીએ જુલાઈ 2022માં 4,022 ઇલેક્ટ્રિક કાર વેચી હતી. હવે Tiago EVના આગમન સાથે, વેચાણમાં વધુ વધારો થવાની ધારણા છે.

READ ALSO:

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV