GSTV

ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ તરફથી મોટો ઝટકો

જોકે, હજુ પણ સાયરસ મિસ્ત્રી પાસે નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે. ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મોટો ઝટકો આપ્યો છે.

એનસીએલટીએ ટાટા સન્સ વિરૂદ્ધ સાયરસ મિસ્ત્રીએ ચેરમેનપદ પરથી હટાવવા મુદ્દે કરેલી અરજીને ફગાવી દીધી છે. સાયરસ મિસ્ત્રીએ પોતાને ચેરમેનપદ પરથી હટાવવાના નિર્ણય વિરૂદ્ધ એનસીએલટીમાં અરજી દાખલ કરી હતી. પરંતુ એનસીએલટીએ સાયરસ મિસ્ત્રીની અરજી ફગાવી દીધી છે.

એનસીએલટીએ તેમના આદેશમાં જણાવ્યું છે કે કંપનીના બોર્ડ પાસે પદ પરથી હટાવવાનો અધિકારી છે. ટાટા સન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને તેના સભ્યોને સાયરસ મિસ્ત્રી પર ભરોસો નહોતો રહ્યો. આ ઉપરાંત એનસીએલટીએ સાયરસ મિસ્ત્રીએ રતન ટાટા સામે લગાવેલા આરોપોને પણ ફગાવ્યા છે. એનસીએલટીએ જણાવ્યું કે ટાટા ગ્રુપના સંચાલનમાં કોઇ ગોટાળા નથી ચાલતા.

સાયરસ મિસ્ત્રી અને ટાટા સન્સ વચ્ચે છેલ્લા 20 મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. સાયરસ મિસ્ત્રીને 30 વર્ષ માટે ટાટા સન્સના ચેરમેન બનાવાયા હતા. પરંતુ તેમને 4 વર્ષ બાદ જ પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી પર કંપનીની માહિતી લીક કરવાનો આરોપ હતો. આ ઉપરાંત તેના ચેરમેન બન્યા બાદ ટાટા ગ્રુપના નફામાં પણ સતત ઘટાડો થતો હતો.

સાયરસ મિસ્ત્રીના કાર્યકાળમાં ટીસીએસને બાદ કરતા તમામ કંપનીઓ સતત ખોટ કરતી હતી. ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલના નફામાં સતત ત્રણ ક્વાર્ટર સુધી રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સાયરસ મિસ્ત્રીની હકાલપટ્ટી કરાઇ હતી. જે બાદ ફરી એક વખત રતન ટાટાએ વચગાળાના ચેરમેન તરીકે ટાટા ગ્રુપની કમાન સંભાળી હતી. બાદમાં ટીસીએસના પ્રમુખ રહી ચૂકેલા એન ચંદ્રશેખરને ટાટા ગ્રુપની જવાબદારી સોંપાઇ હતી.

Related posts

પાકિસ્તાને ઉશ્કેરણીજનક ફાયરિંગમાં બે જવાન શહિદ, ભારતીય સેનાએ કર્યો વળતો પ્રહાર

Nilesh Jethva

લોકડાઉનના અજબગજબ કિસ્સા/ પત્નીને પતિમાં દેખાય છે ભાઈ, સાસૂમાં પોતાની માતા દેખાય છે, કંટાળેલા પતિએ છૂટાછેડા માગ્યા

Pravin Makwana

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ તેમને અને તેમની પુત્રીને ફરી નજરબંધ કરવાનો આક્ષેપ લગાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!