GSTV
Home » News » Tata Skyએ બદલી 25 ચેનલ પેકની કિંમત, હવે સસ્તામાં જોઈ શકશો ટીવી ચેનલ્સ

Tata Skyએ બદલી 25 ચેનલ પેકની કિંમત, હવે સસ્તામાં જોઈ શકશો ટીવી ચેનલ્સ

Tata Skyએ તેની ઓફર અને ટ્રાફિક પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યા છે. કંપનીએ તેની 25 ચેનલ પેકમાં કેટલાક કિંમતોમાં વધારો કર્યો છે અને કેટલીક કિંમતોમાં ઘટાડો કર્યો છે. Telecom Talk મુજબ DTH પ્રોવાઈડરના આ પેકમાં સસ્તા પેક્સને લઈ પ્રીમિયમ પેક્સ પણ સામેલ છે.

Tata Sky Binge

તેમાંથી સૌથી વધુ ફેરફાર રિઝનલ પેક કેટેગરીમાં કર્યો છે. જાણો પૂરી માહિતી. આ પેકમાં ગુજરાતી રિઝનલ પેક સામેલ છે, જેની કિંમત 7 રૂપિયાથી વધારીને 8.49 રૂપિયા કરવામાં આવી છે. આ પેકમાં ચાર ચેનલ સામેલ હતી, પરંતુ હવે યુઝર્સ આ પેકમાં પાંચ ચેનલ્સનો લાભ લઈ શકશે.

એ ઉપરાંત Tata Sky તમિલ ફેમિલી પેકમાં પણ ફેરફાર કર્યા છે. આ પેકની કિંમત 267 રૂપિયાથી ઘટાડીને 254.27 રૂપિયા કરી છે. સાથે પહેલા પેકમાં 77 ચેનલ મળતી હતી, પરંતુ હવે યુઝર્સ આ પેકમાં 76 ચેનલ્સનો લાભ લઈ શકશે. બાકી પેકમાં તેલુગુ ફેમલી સ્પોર્ટ્સ પેક સામેલ છે. આ પેક પહેલા 285 રૂપિયાનો હતો અને હવે આ પેક 282માં ઉપલબ્ધ છે. જોકે આ પેકમાં 75 ચેનલ્સ આપવામાં આવે છે.

તે ઉપરાંત બીજા પેક્સમાં કન્નડ ફેમિલી સ્પોર્ટ્સ પેક, તેલગુ ફેમિલી સ્પોર્ટ્સ HD,કન્નડ ફેમિલી સ્પોર્ટ્સ HD, મલયાલમ ફેમિલી સ્પોર્ટ્સ HD, તમિલ ફેમિલી કિડ્સ સ્પોર્ટ્સ, તમિલ પ્રીમિયમ સ્પોર્ટ્સ ઈંગ્લિશ વગેરે પેક સામેલ છે. જો તમે લાંબા સમય સુધી ચેનલને જોવા માગો છો, જેને તમે પસંદ કરી છે તો આ પ્લાન લઈ શકો છો. આ માટે ટાટા સ્કાયે 6 નવી 6 મહિનાની યોજનાઓ શરૂ કરી છે. આ પ્લાનની શરૂઆતની કિંમત 2007 રૂપિયા છે.

ટેલીકોમ ટોકના સમાચાર મુજબ ટાટા સ્કાયનો પહેલો પ્લાન બેસિક પેક છે, જેની કિંમત 2007 રૂપિયા છે. બીજો પ્લાન હિન્દી બેસિક એચડી છે, જેની કિંમત 2836 રૂપિયા છે. જોકે બીજી ભાષાઓ માટે તેની કિંમત અલગ છે. જેમ કે ગુજરાતી હિન્દી બેસિક સેમી એનુઅલ પ્લાન 2007 રૂપિયામાં છે, અને ગુજરાતી હિન્દી બેસિક એચડી સેમી એનુઅલ પ્લાન 2,698 રૂપિયામાં આવે છે. મરાઠી હિન્દી પ્લાનની બેસિક એનુઅલ પેક કિંમત 2,029 રૂપિયા છે, મરાઠી હિન્દી બેસિક એચડી સેમી એનુઅલ પેક 2,840 રૂપિયામાં આવે છે.

Read Also

Related posts

દિવાળીમાં આ રીતે કરશો ગોઠવણ તો ઘર બનશે હવા-ઉજાસ અને પ્રકાશમય

Bansari

સૌ પ્રથમ કોણે કર્યું હતું કરવા ચોથનું વ્રત? જાણો કરવા અને ચાળણાનું મહત્વ

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!