Tata Sky એ ગ્રાહકો માટે મોટી ખુશખબરીની જાહેરાત કરી છે. હકીકતમાં કંપનીએ પોતાના યુઝર્સ માટે ‘Tata Sky Refer & Earn’સ્કીમની શરૂઆત કરી છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે યુઝર્સ એકબીજાને રેફર કરીને ઇનામ જીતી શકે છે. જી હાં, આ સ્કીમ અંતર્ગત જે પણ યુઝર્સ રેફર કરીને મિત્રોને ટાટા સ્કાય ફેમિલી સાથે જોડશે તો તેમાં યુઝર્સ અને તેના બંને મિત્રોને રિવોર્ડ મળશે. આ રિવોર્ડ 200 રૂપિયાના કેશબેકના રૂપમાં હશે. આ સિવાય મિત્રોને ટાટા સ્કાય HD કનેક્શન પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવશે. Tata Sky ની આ ઓફરને મેળવવા માટે યુઝર્સે કેટલાંક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

Tata Sky ના નીચે આપેલા સ્ટેપ્સને આ રીતે ફોલો કરો
- એ માટે સૌ પહેલાં આપે પ્રથમ સ્ટેટસમાં જઇને પોતાની માહિતી ઉમેરવાની રહેશે.
- આપ આની માટે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ શકો છો. અહીં આપે આપનું નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી આપવાની રહેશે.
- ત્યાર બાદ બીજા સ્ટેપ્સમાં આપે આપના મિત્ર એટલે કે જેને આપે રેફર કરવા ઇચ્છો છો તેનું નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી આપવાની રહેશે.
- જાણકારી માટે જણાવી દઇએ કે, આપ આપના મિત્રને વોટ્સએપ (Whatsapp), મેઇલ (Gmail), ફેસબુક (facebook), લિંકડિન (Linkdin) જેવી અનેક મીડિયમને આધારે ટાટા સ્કાયની આ સ્કીમને રેફર કરી શકો છો.
- આ સિવાય Tata Sky HD સેટટોપ બોક્સ હજી કંપનીની ઓફિશિયલ સાઇટ પર 1499 રૂપિયામાં યાદીમાં છે.

જીતી શકો છો Tata Tiago કાર
Tata Sky એ તાજેતરમાં જ ભારતમાં નવી સ્પર્ધા શરૂ કરી હતી. જેની શરૂઆત ‘ટાટા સ્કાય રિચાર્જ કરો કાર જીતો’ કોન્સેસ્ટ નામથી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં વિજેતાઓને ટાટા ટિઆગો કાર આપવામાં આવશે, જેની શરૂઆતની કિંમત રૂ. 4.70 લાખ છે. આ સ્પર્ધા 8 જાન્યુઆરીથી શરૂ થઈ ગઇ છે અને તેનો અંતિમ દિવસ 6 ફેબ્રુઆરી છે. આ માટે યુઝર્સે પોતાનું ટાટા સ્કાય એકાઉન્ટ રિચાર્જ કરવું પડશે.
Don't miss out on this golden opportunity to bring home a brand-new Tata Tiago XE. All you have to do is recharge with Rs. 500 or more and answer a simple question. Offer valid till 6th Feb only. Don't wait, recharge now! T&C Apply@TataMotors #RechargeKaroCarJeeto #RechargeNow pic.twitter.com/Z7vsJpj2ri
— Tata Sky (@TataSky) January 19, 2021
નોંધ- આમાં, યુઝર્સે 500 રૂપિયાથી વધુનું રિચાર્જ કરવું પડશે.
રિચાર્જ પૂર્ણ થયા પછી વપરાશકર્તાઓએ પ્રશ્નોના જવાબો સરળતાથી આપવાના રહેશે. જ્યાર બાદ સાચા જવાબ આપનારા લોકોનો લકી ડ્રો થશે અને પસંદ કરેલા લોકોને કાર જીતવાની શાનદાર તક મળશે.
READ ALSO
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ