GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લૉકડાઉન : રિચાર્જ કરાવ્યા વિના પણ માણો TVનો આનંદ, જાણો કેવી રીતે

tata

ટાટા સ્કાય (Tata Sky) યુઝર્સ માટે એક ખુશખબર છે. કંપની લૉકડાઉન પિરિયડમાં પોતાના યુઝર્સને ઇમરજન્સી ક્રેડિટ ફેસિલિટી આપી રહી છે. આ સુવિધાનો લાભ તે યુઝર્સ લઇ શકે છે જે દુકાન બંધ થવાના કારણે પોતાનું Tata Sky એકાઉન્ટ રિચાર્જ નથી કરાવી શકતાં. આ ઇમરજન્સી ક્રેડિટ લિમિટની ખાસ વાત એ છે કે તેના પર કોઇ ઇંટરેસ્ટ નહી આપવુ પડે.

લૉકડાઉન

 આ રીતે મેળવો સુવિધાનો લાભ

કંપનીનો પ્રયાસ છે કે લૉકડાઉન પીરિયડમાં સબસ્ક્રાઇબર્સને ટીવી જોવામાં અવરોધ ન આવે. ક્રેડિટ બેલેન્સ લેવા માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 080-61999922 પર મિસ્ડ કૉલ કરવાનો છે. તે બાદ તરત જ તમારા Tata Sky એકાઉન્ટમાં ઇમરજવ્સી બેલેન્સ આવી જશે અને તમે ટીવી જોઇ શકશો. ક્રેડિટ બેલેન્સને કંપની ત્યારે કાપશે જ્યારે યુઝર પોતાના એકાઉન્ટને રિ-એક્ટિવેટ કરાવશે. તેમાં કંપની કોઇપણ પ્રકારનું વ્યાજ નહી લે.

કંપની યુઝર્સના Tata Sky એકાઉન્ટમાં ઇમરજન્સી ક્રેડિટ તરીકે કેટલી રકમ નાંખશે તે વિશે કોઇ જાણકારી આપવામાં નથી આવી. જો કે તાજેતરમાં જ એવી ખબર મળી હતી કે કંપની યુઝર્સને 7 દિવસની ક્રેડિટ લિમિટ આપી રહી છે.

tv

મળી રહી છે ફ્રી સર્વિસ

ક્રેડિટ બેલેન્સ સાથે જ કંપની સાથે જ કંપની સબ્સ્ક્રાઇબર્સને ઘણી ફ્રી સર્વિસ પણ ઑફર કરી રહી છે. કંપનીનું કહેવુ છે કે લૉકડાઉન દરમિયાન સબ્સ્ક્રાઇબર્સને કંટાળો ન આવે અને તેઓ ફ્રી સર્વિસ એન્જોય કરતાં પોતાની જાતને વ્યસ્ત રાખી શકે. તેના માટે કંપની 10 ફ્રી ચેનલ ઑફર કરી રહી છે. તેમાં ડાન્સ સ્ટુડિયો, વેદિક મેથ્સ, કુકિંગ, બ્યૂટી, ફિટનેસ જેવી Tata Sky ચેનલ્સ જોઇ શકાય છે. આ ફ્રી ઇન્ટરેક્ટિવ સર્વિસ વિશે વધુ માહિતી માટે સેટ-ટૉપ બૉક્સ અને Tata Sky મોબાઇલ એપની મદદ લઇ શકાય છે.

Read Also

Related posts

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva

સીમા પર તેજ હલચલ,ચીનનાં જવાબમાં ભારત વધારી રહ્યુ છે સૈન્ય તાકાત

Mansi Patel

8મી જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલસે, મંદિરો અને હવેલીઓ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!