GSTV
Auto & Tech Trending

વાહ! આ કંપની આપી રહી છે ફ્રી Wi-Fi રાઉટર, જલ્દીથી ઉઠાવો આ તકનો લાભ

ભારતમાં આ દિવસોમાં ઈન્ટરનેટનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને વર્ક ફ્રોમ હોમના કારણે બ્રોડબેંડ કનેકશનની માંગમા વધારો થયો છે. આ પરિસ્થિતીને જોતા Tata Sky Broadband એક જબરદસ્ત સ્કીમ લઈને આવ્યુ છે. હવે કંપની ગ્રાહકોને આકર્ષવા માટે Free Wi-Fi router આપી રહી છે.

દરેક કનેકશનના દરેક પ્લાન સાથે મફત રાઉટર

ટેક સાઈટ telecomtalk અનુસાર ટાટા સ્કાઈ બ્રોડબેંડ નવા ગ્રાહકોને આકર્ષવા માટે એક પ્લાન લઈને આવી છે. જાણકારી અનુસાર Tata Sky પોતાના ગ્રાહકોને મફતમાં Wi-Fi Router આપી રહી છે. આ સ્કીમ તમામ પ્લાન સાથે માન્ય છે. આ વાત કંપનીએ તેની ઑફિશિયલ વેબસાઈટ દ્વારા માહિતિ શેર કરી છે. વર્ક ફ્રોમ હોમ વચ્ચે તમામ ટોલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ વધારે ઈન્ટરનેટ સ્પીડ આપી રહી છે. આ હરિફાઈમાં હવે ટાટા સ્કાઈ પણ સામેલ થઈ ગઈ છે. કંપની પોતાના ગ્રાહકોને 300Mbps ની સ્પીડ આપી રહી છે.

ગ્રહકોને મળશે ફ્રી એકસપર્ટ ઈન્સ્ટોલેશન

કંપની પોતાના તમામ નવા બ્રોડબેન્ડ કનેકશન માટે ફ્રી એકસપર્ટ ઈન્સ્ટોલેશન ઓફર કરી રહી છે. આ દિવસોમાં ઈન્ટરનેટની માંગ વધી છે. કોરોના સંક્રમણમાં લગભગ કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની સલાહ આપી હતી. તે ઉપરાંત કોરોના વાયરસની રસી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ શકી નથી. એવામાં આગામી વધુ થોડા નહિના વર્ક ફ્રોમ હોમ રહેવાની સંભાવના છે. એવામાં કંપનીઓ વધુને વધુ બ્રોડબેન્ડ ઓફરો લઈને આવી રહી છે. આ પહેલા BSNL, Reliance Jio અને Airtel પણ પોતાના બ્રોડબેન્ડ પ્લાનમાં કેટલીક ઓફર લઈને આવી છે. માર્કેટમાં ન્ટરનેટ કનેકશનની માંગને જોતા હાલમાં જ Viએ પણ પોતાના બ્રોડબેન્ડ સેવા શરી કરી છે.

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV