GSTV
Home » News » Tata Skyનો જબરદસ્ત પ્લાન : 6 મહિનાની મળશે વેલીડીટી, સાથે જ આ ફાયદા પણ…

Tata Skyનો જબરદસ્ત પ્લાન : 6 મહિનાની મળશે વેલીડીટી, સાથે જ આ ફાયદા પણ…

દેશની તમામ ડાયરેક્ટ યુ હોમ કંપનીઓ લાંબી યોજનાઓ વાળા પ્લાન લોન્ચ કરે છે. આ સાથે એક કંપનીએ પણ 6 મહિનાનું પૈક લોન્ચ કર્યું છે. ટેલીકોમટોકના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે ટાટા સ્કાયના આ પેકની શરૂઆતની કિંમત 2,007 રૂપિયા છે. ટાટા સ્કાયે તેનો મલ્ટી ટીવી પ્લાન બંધ કરી દીધો છે અને તેના બદલે ટીવી સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી છે.

આવો જાણીએ ટાટા સ્કાયના 6 મહિનાનો પ્લાન. પહેલો પ્લાન 2,008 રૂપિયાનો હિન્દી બેસિક સેમી અનુઅલનો છે. અને હિન્દી બેસિક એચડી સેમી એનુઅલ પેકની કિંમત 2,008 રૂપિયા છે. એ ઉપરાંત ગુજરાતી હિન્દી બેસિક એનુઅલ પેકની કિંમત 2,007 રૂપિયા છે. જેમાં એક ગુજરાતી હિન્દી બેસિક એચડી સેમી એનુઅલ પેકની કિંમત 2,698 રૂપિયા છે.

ટાટા સ્કાયનો મરાઠી હિન્દી બેસિક સેમી એનુઅલ પેક 2,029 રૂપિયા અને તેનું એચડી પેક 2,840 રૂપિયા છે. ટાટા સ્કાયે ગયા મહિને જ 49 રૂપિયાની શરૂઆતનો પ્લાન આપ્યો હતો. ટાટા સ્કાયે તેના આ પૈકને બંગાળી ગ્રાહકો માટે લોન્ચ કર્યા છે. આ પૈકની શરૂઆતની કિંમત 49 રૂપિયા છે. કંપનીએ ચાર બંગાળી પેક શરૂ કર્યા છે, જેમાં સ્ટાર બંગાળી વેલ્યૂ એ પેક, બંગાળી વેલ્યૂ બી પેક, બંગાળી વેલ્યૂ પ્રીમિયમ એ પેક અને બંગાળી વેલ્યૂ પ્રીમિયમ બી પેક સામેલ છે.

ટાટા સ્કાયના આ ચાર પ્લાન સ્ટાર ટીવી ચેનલ માટે છે. આ ચાર પેકમાંથી સૌથી સસ્તા પેક બંગાળી વેલ્યૂ એ પેક છે, જેની કિંમત 49 રૂપિયા છે અને ટેક્સને બાદ કરતાં તેની કિંમત 57.8 રૂપિયા છે. આ પેકમાં ગ્રાહકોને 14 એસડી ચેનલ મળશે, જેમાં નેશનલ જિયોગ્રાફિક, સ્ટાર ગોલ્ડ, જલશા મૂવીઝ, સ્ટાર સ્પાર્ટસ્ 2, સ્ટાર સ્પોર્ટસ્ 3 પણ સામેલ છે.

Read Also

Related posts

પાણી છોડવાની માંગ સાથે રાધનપુરમાં ખેડૂતોએ નર્મદા નિગમ કચેરી ખાતે આપ્યુ આવેદન

Mansi Patel

અભિનેતા જાવેદ જાફરીએ બાબા રામદેવની પતંજલિ નમકનો ઉડાવ્યો મજાક, યૂઝર્સે આપ્યા આ જવાબ

Path Shah

નવાબોના શહેર લખનૌમાં અનારકલીના નામે પ્રખ્યાત થયો હેન્ડપંપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!