GSTV

DTH યુઝર્સ માટે ખુશખબર! 2 મહિના ફ્રીમાં જુઓ TV, એક ક્લિકે જાણી લો આ દમદાર ઑફર વિશે

tv

Last Updated on October 12, 2020 by Bansari

DTH યુઝર્સ માટે ખુશખબર છે. દેશની સૌથી મોટી DTH કંપની ટાટા સ્કાય યુઝર્સને 2 મહિનાની ફ્રી સર્વિસ આપી રહી છે. ફ્રી સર્વિસ બેનિફિટ યુઝર્સને કેશબેક તરીકે આપવામાં આવી રહી છે. ટાટા સ્કાયની આ ફ્રી સર્વિસ ICIC બેન્કના યુઝર્સ માટે છે. યુઝર્સે આ ઑફરનો લાભ લેવા માટે ICICI બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી રિચાર્જ કરાવાનું છે.

6 અને 12 મહીનાના રિચાર્જ પર કેશબેક ઑફર

tv

DTH કંપની ટાટા સ્કાય આ ઑફર અંતર્ગત 12 મહિનાનું સબ્સ્ક્રિપ્શન લેનાર યુઝર્સને 2 મહિનાનું કેશબેક આપી રહી છે. સાથે જ 6 મહિના માટે રિચાર્જ કરાવા પર યુઝર્સને એક મહિનાની રિચાર્જ અમાઉન્ટ કેશબેક રૂપે પરત મળી રહી છે.

7 દિવસોની અંદર મળશે કેશબેક

સિરિયલ

ટાટા સ્કાયની આ ઑફર 31 ઓક્ટોબર 2020 સુધી માન્ય છે. આ ઑફર ફક્ત કંપનીની વેબસાઇટ અને મોબાઇલ એપથી કરવામાં આવેલા રિચાર્જ માટે માન્ય છે. કંપનીએ જણાવ્યું કે કેશબેક અમાઉન્ટ સાત દિવસની અંદર યુઝર્સના ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે. બે મહિનાના કેશબેક વાળા પ્લાનમાં રિચાર્જ કરાવા પર પહેલા મહિનાની કેશબેક અમાઉન્ટ 48 કલાક અને બીજા મહિનાનુ કેશબેક સાત દિવસોની અંદર મળી જશે.

આ બેન્કના કાર્ડ પર પણ ઑફર

એક રિપોર્ટ અનુસાર આ ઑફર ટાટા સ્કાય એકાઉન્ટના એક્ટિવેશન વાળા દિવસે કરાવામાં આવેલા રિચાર્જ પર ઉપલબ્ધ નથી. ટાટા સ્કાય આવો જ એક પ્લાન બેન્ક ઑફ બરોડાના ક્રેડિટ કાર્ડ પર પણ આપી રહ્યું છે. બેન્ક ઑફ બરોડાના કાર્ડ પર આ ઑફર 30 નવેમ્બર સુધી વેલિડ છે. ઑફર સાથે સંબંધિત વધુ ડિટેલ માટે કંપનીની વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો.

Read Also

Related posts

PF withdrawal: કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા વગર ઉપાડી શકશો EPFOમાંથી 1 લાખ રૂપિયા, અરજી કર્યાના બીજા જ દિવસે મળી જશે રૂપિયા

Pravin Makwana

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

હેલ્થ ટિપ્સ / ડાયબિટીસને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે આ યોગાસન, જાણવા માટે કરો ક્લિક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!