GSTV
Home » News » Tata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે જેના દ્વારા તમે સેટટોપ બોક્ષ વગર ટીવી જોઈ શકશો

Tata Sky એ લોન્ચ કરી આ પ્રોડક્ટ કે જેના દ્વારા તમે સેટટોપ બોક્ષ વગર ટીવી જોઈ શકશો

Tata Sky Binge

જો તમારા ઘરે ટીવી અને તમે Tata Sky ના ફેન છો તો કંપનીએ તમને એક નવુ ગિફ્ટ આપ્યુ છે. કંપનીએ પોતાની સુવિધાને આગળ વધારતા Tata Sky Binge લોન્ચ કર્યુ છે જેની મદદથી તમે એમેઝોન પર ફાયર ટીવી સ્ટિકની મદદથી વગર સેટટોપ બોક્ષ તમે ટીવી જોઈ શકશો.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે એમેઝોન ફાયર ટીવી સ્ટિક પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની સુવિધા આપે છે. એવામાં તમે Tata Sky Bingeની મદદથી માત્ર 249 રૂપિયામાં તમારી ઈચ્છા પ્રમાણે ટીવી પર જોઈ શકો છો. જણાવી દઈએ કે આ કિંમત માસિક છે એટલેકે તમારે 249 રૂપિયા આપવા પડશે.

આ સુવિધા માટે તમારી પાસે સ્માર્ટ ટીવી કે પછી એવુ ટીવી હોવુ જોઈએ કે જેમાં HDMI પોર્ટ હોય અને ઘરે વાઈ-ફાઈ કે પછી ઈન્ટરનેટ કનેક્શન પણ હોવુ જરૂરી છે. ટાટા સ્કાયની આ સેવાનો લાભ ઉઠાવવા માટે તમારે તમારા ટીવીમાં એમેઝોન ફાયર ટીવી સ્ટીક લગાવવી પડશે જેને તમે ટીવીમા રહેલા HDMI પોર્ટમાં લગાવશો. ત્યાર પછી તમે Tata Sky Mobile ના એપથી તેને એક્સેસ કરી શકશો અને મોબાઈલ એપમાં રહેલો તમામ કન્ટેન્ટ જોઈ શકશો. આ સાથે મળતા રીમોટમાં તમને વોઈસ કમાન્ડ માટે એમેઝોન એલેક્સાનો સપોર્ટ મળશે.

ટાટા સ્કાયની આ સેવાનો લાભ લેવા માટે તમારે Amazon Fire TV Stickનો TATA Sky એડિશન ખરીદવુ પડશે. આમા તમને પહેલાથી જ ટાટા સ્કાય બિંગ પ્રી-લોડેડ મળશે. એમેઝોન ફાયર ટીવી સ્ટિકની કીમત 3999 રૂપિયા છે જેને તમે એમેઝોન પરથી ઓનલાઈન ખરીદી શકો છો. એવામાં એકવાર તમારે 3999 રૂપિયા આપવા પડશે અને ત્યાર પછી દર મહિને 249 રૂપિયા આપવા પડશે.

READ ALSO

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!