GSTV

બે મહિના સુધી ફ્રીમાં જુઓ ટીવી, ઑફર જાણશો તો ખુશ થઇ જશો

ફ્રી

Last Updated on April 28, 2020 by Bansari

DTH યુઝર્સ માટે ખુશખબર છે. પોપ્યુલર ડીટીએચ કંપની TATA Sky પોતાના યુઝર્સને બે મહિના માટે ફ્રી સર્વિસ ઑફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે તે લૉન્ગ ટર્મ સબ્સ્ક્રીપ્શન પ્લાન લેવા પર બે મહિનાની ફ્રી સર્વિસ આપશે. ઑફર તમામ યુઝર એક્ટિવેટ કરાવી શકે છે પરંતુ તેના માટે કંપનીની કેટલીક શરતો પણ છે. ચાલો જાણીએ વિગતે…

બે ભાગમાં આવશે કેશબેક

ટાટા સ્કાયની બે મહિનાની ફ્રી સર્વિસ લેવા માટે યુઝર્સે એક સાથે 12 મહિનાનું રિચાર્જ કરાવાનું રહેશે. રિચાર્જ થયાના બે મહિનાની અંદર કંપની યુઝરના એકાઉન્ટમાં એક મહિનાનું કેશબેક અને સાત દિવસો માટે બીજા મહિનાનું કેશબેક ક્રેડિટ કરશે. આ ઑફર 30 જૂન 2020 સુધી લાઇવ છે. કંપનીની આ ઑફરનો લાભ લેવા માટે યુઝર્સે સિટી બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પોતાનું ટાટા સ્કાય એકાઉન્ટ રિચાર્જ કરાવાનું રહેશે.

રિચાર્જ કરાવા પર મળશે ઑફરની જાણકારી

યુઝર્સને આ ઑફર વિશે સરળતાથી જાણ થાય તેના માટે પણ ટાટા સ્કાયે ખાસ વ્યવસ્થા કરી છે. જે યુઝર્સ 12 મહિનાના રિચાર્જની કિંમત વિશે નથી જાણતા, તે યુઝર્સને તેની જાણકારી નાની રિચાર્જ અમાઉન્ટ એન્ટર કરવા પર મળી જશે. જો કોઇ યુઝર 200 રૂપિયા રિચાર્જ અમાઉન્ટ એન્ટર કરે તો એલિજિબલ યુઝર્સને પૉપઅપ દ્વારા 12 મહિનાના રિચાર્જ અમાઉન્ટ અને ઑફર વિશે જણાવવામાં આવે છે. જો કોઇ યુઝર આ ઑફરને એક્ટિવેટ કરવા માગે તો પ્રોસીડ ટુ રિચાર્જ બટન પર ક્લિક કરીને સિટી બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું રહેશે.

ટાટા સ્કાયે મૂકી આ શરતો

કંપની આ ઑફરને કેટલીક શરતો સાથે ઉપલબ્ધ કરાવી રહી છે.  જે યુઝર પાસે પહેલાથી જ ટાટા-સ્કાય લૉન્ગ ટર્મ સબ્સક્રીપ્શન છે, તેમને કંપનીએ સિટી બેન્ક કેશબેક ઑફરનો લાભ નથી આપી રહી. સાથે જ કંપનીએ તેમ પણ કહ્યું કે આ ઑફર ફક્ત વર્તમાન યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ટાટા સ્કાય એકાઉન્ટ એક્ટિવેશન ડેટ પર કરાવવામાં આવેલા રિચાર્જ પર આ ઑફરનો લાભ નહી મળે.

Read Also

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!