TaTa મોટર્સે ગુરુવારે પોતાની નવી Safari નો પ્રથમ લુક જાહેર કર્યો. કંપનીના પુણે સ્થિત કારખાનામાં આજે ફ્લેગઓફ સેરેમની બાદ પ્રથમ નવી Safariના શોરૂમ સુધી પહોંચાડવા માટે કાઢવામાં આવ્યો. જાન્યુઆરીના અંત સુધી કંપનીના શોરૂમમાં નવી Safari પહોંચી જશે. કંપની જલ્દી જ તેની બુકિંગ પણ શરુ કરશે.

ઓલ- વ્હીલ ડ્રાઈવનો વિકલ્પ
નવી Safari ટાટા મોટર્સની એવોર્ડ વિજેતા Impact 2.0 ડિઝાઈન લેંગ્વેજ અને ઓમેગા આર્કિટેક્ચર (ઓમેગાર્ક) પર વિકસિત કરવામાં આવી છે. ઓમેગાર્ક લેન્ડ રોવરના D8 પ્લેટફોર્મથી નીકળેલ એક આર્કિટેક્ચર છે જે નવી Safari માં ગ્રાહકોને 4×4 એટલે કે, ઓલ- વ્હીલ ડ્રાઈવનો વિકલ્પ આપે છે.

વ્હીલ અને ફ્રંટ પર ક્રોમ લુક આપ્યો
ટાટા મોટર્સની નવી Safari ઈન્ટીરિયર થીમ Oyster White રંગની છે. કંપની તેની અંદર Ash Wood ડેશબોર્ડ આપી રહી છે. તે સાથે જ કંપનીએ તેના વ્હીલ અને ફ્રંટ પર ક્રોમ લુક આપ્યો છે. ટાટા મોટર્સે કહ્યું કે, ભવિષ્યમાં નવી Safari નું ઈલેક્ટ્રિક વર્ઝન પણ આવી શકે છે. તેને ડિઝાઈન જ એ રીતે કરવામાં આવી છે. દેશમાં Suv કલ્ચરને પ્રોત્સાહન આપનારી સફારી માટે નવા અવતારમાં લક્ઝરીનું દરેક જગ્યાએ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સફારીની વિરાસતને આગળ વધારશે
ટાટા મોટર્સના CEO અને MD ગુએંટર બટશેકે Tata Safari ને એક આઈકોનિક બ્રાંડ જણાવી છે. તેમણે કહ્યું કે, તેને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખી વિકસિત કરવામાં આવ્યું છે. આ સફારીની વિરાસતને આગળ વધારશે. કંપનીના પેસેન્જર વ્હીકલના અધ્યક્ષ શૈલેષ ચંદ્રએ કહ્યુ કે, સફારીની મોટી ફેન ફોલોઈંગ છે અને આ બે દાયકાઓથી વધારે સમય માટે ભારતના રસ્તા પર સૌથી વધારે લોકપ્રીય SUV રહી છે.
READ ALSO
- સુરેન્દ્રનગર/ રાજપરા ગામે વહેલી સવારે ખુલ્લા કુવામાં દિપડો ખાબક્યો, સાત કલાકની મહેનત બાદ હેમખેમ કાઢ્યો
- શિક્ષક ભરતીમાં 2018ના ઉમેદવારોને ભરતીથી વંચિત રખાતા ગાંધીનગર કલેક્ટરને લખ્યો પત્ર
- ભારતીય પોસ્ટ (India Post)વિભાગમાં 10મુ પાસ લોકો માટે શરૂ થઈ છે ભરતી, અહીં જાણો સેલેરી અને અરજી કરવા માટે ડિટેલ
- કેવડિયા જતી વિશેષ ટ્રેનનું સ્ટોપેજ આણંદમાં આપ્યું, સરદાર પટેલના પરિવારજનો પણ રહ્યા હાજર
- અમરેલી/ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ડી.કે.રૈયાણીની વરણીમાં કોંગ્રેસી કાર્યકરો માસ્ક લગાવવાનું ભૂલી ગયા