GSTV
Ahmedabad Trending

Electric vehicle ખરીદવું છે? ડોન્ટ વરી, ગુજરાતમાં છે આ કંપનીના 70થી વધુ ચાર્જિંગ સ્ટેશન

વાહન

ઈલેકટ્રિક વાહનો (ઈવી)ની બોલબાલા વધી છે. લોકો બાઈક કે કાર ખરીદતી વખતે ઈલેક્ટ્રિક વ્હિકલનો ભાવ પૂછવા લાગ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોના રસ્તા પર પણ ગ્રીન નંબર પ્લેટ ધરાવતા ઈલેક્ટ્રિક વાહનો દેખાવા લાગ્યા છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદતી વખતે સૌથી પહેલા તેના ‘પેટ્રોલ પંપ’ એટલે કે ચાર્જિંગ સ્ટેશન અંગેનો થાય. હવે જોકે ઠેર ઠેર ચાર્જિંગ સ્ટેશનો ઉભા થવા લાગ્યા છે. એકલી ટાટા કંપનીએ જ દેશમાં 1000થી વધારે ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરી નેટવર્ક ધમધમતું કરી દીધું છે. આ હજારમાંથી 70 જેટલા સ્ટેશન ગુજરાતમાં છે. એટલે ગુજરાતી ઈલેક્ટ્રિક વાહન ચાલકોને પણ ચાર્જિંગ સ્ટેશનો શોધવામાં ખાસ મુશ્કેલી નહીં થાય. ટાટા પાવરે આ 1000 ચાર્જિંગ સ્ટેશનો મોલ, હોટેલ્સ, શોપિંગ કોમ્પલેક્સ જેવા જાહેર સ્થળોએ તો વળી ખરીદદારોના ઘરે પણ ઉભા કરી દીધા છે. આ ઉપરાંત 10000 જેટલા હોમ ઈવી ચાર્જિંગ પોઈન્ટ્સ પણ ઉભા કરાયા છે.

Electric Vehicle

ટાટા પાવરે ઇવી ચાર્જિંગના ગ્રાહકો માટે મજબૂત સોફ્ટવેર પ્લેટફોર્મ પણ વિકસાવ્યું છે તથા એના વપરાશકર્તાઓને સરળ અને ઝડપી ચાર્જિંગનો અનુભવ આપવા મોબાઇલ-આધારિત એપ્લિકેશન (ટાટા પાવર ઇઝેડચાર્જ) શરૂ કરી છે. આ એપ ઇવી ચાર્જિંગ સ્ટેશનો લોકેટ કરવા, ઇવી ચાર્જિંગ કરવા અને બિલની ચુકવણી ઓનલાઇન કરવામાં મદદરૂપ થશે. ટાટા પાવરે ઇવી ચાર્જિંગ માળખું સ્થાપિત કરવા ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો (ઓઇએમ) સાથે જોડાણ કર્યું છે અને એનો ઉદ્દેશ ભારતના ઘણા શહેરોમાં એની હાજરીને વધારવાનો છે. કંપનીએ ટાટા મોટર્સ લિમિટેડ, એમજી મોટર્સ ઇન્ડિયા લિમિટેડ, જગુઆર લેન્ડ રોવર, ટીવીએસ વગેરે સાથે તેમના ગ્રાહકો અને ડિલર્સ માટે ઇવી ચાર્જિંગ માળખું વિકસાવવા માટે જોડાણ કર્યું છે. વિવિધ રાજ્યોની પરિવહન કંપનીઓ સાથે જોડાણ ઇ-બસ ચાર્જિંગની સુવિધા આપે છે, જે ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટને આગળ વધારશે. ટાટા પાવરે આઇઓસીએલ, એચપીસીએલ, આઇજીએલ, એમજીએલ અને વિવિધ રાજ્યો સરકારો સાથે ઇવી ચાર્જિંગ માળખું (ઇવીસીઆઈ) વિકસાવવા માટે જોડાણ કર્યું છે.

મુંબઈમાં પ્રથમ ચાર્જર સ્થાપિતથી શરૂઆત થયેલી આ સફરમાં ટાટા પાવરના ઇવી ચાર્જિંગ પોઇન્ટ હવે આશરે 180 શહેરો અને વિવિધ સ્ટેટ અને નેશનલ હાઇવેઝ પર વિવિધ બિઝનેસ મોડલ અંતર્ગત અને માર્કેટ સેગમેન્ટમાં કાર્યરત છે. કંપની 10,000 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના ધરાવે છે, જે સમગ્ર દેશમાં ઇ-હાઇવેઝમાં હાઇવેને પરિવર્તન કરવા સક્ષમ બનાવશે. ટાટા પાવર ઇઝેડ ચાર્જર્સ ઇકોસિસ્ટમ પબ્લિક ચાર્જર્સ, કેપ્ટિવ ચાર્જર્સ, બસ/ફ્લીટ ચાર્જર્સ અને હોમ ચાર્જર્સની સંપૂર્ણ વેલ્યુ ચેઇનને આવરી લેશે.

ટાટા પાવરના એમડી અને સીઇઓ ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમે જાહેર સ્થળો પર 1000થી વધારે ઇવી ચાર્જિંગ પોઇન્ટ સફળતાપૂર્વક સ્થાપિત કરીને દેશમાં ઇવી ક્રાંતિ લાવવા સક્ષમ બન્યાં છે, જે અમારી ઘણા સીમાચિહ્નરૂપ સફળતાઓમાં પૈકીની એક છે. આ ટાટા પાવરને દેશની સૌથી મોટી ઇવી ચાર્જિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર બનાવે છે. અમારા નવીન અને જોડાણના અભિગમે આ વ્યવસ્થા વિકસાવવામાં નોંધપાત્ર અસર કરી છે અને દેશમાં ઇવી સ્વીકાર્યતાને પ્રોત્સાહન આપ્યું છે. અમે ગ્રીન મોબિલિટી હાંસલ કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકને પાર પાડવા અન્ય હિતધારકો સાથે ચાવીરૂપ ભૂમિકા ભજવવા કટિબદ્ધ છીએ.”

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV