GSTV
Business Trending

ટાટા પાવરે નાણાકીય વર્ષ 2021-22ના ત્રિમાસિક પરિણામોની કરી જાહેરાત

ભારતની સૌથી મોટી સંકલિત વીજકંપનીઓ પૈકીની એક અને સંપૂર્ણ પાવર વેલ્યુ ચેઇનમાં કામગીરી ધરાવતી ટાટા પાવર (NSE: TATA POWER; BSE: 500400)એ આજે નાણાકીય વર્ષ 2021-22ના અને 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરી હતી. તેમાં કંપનીએ નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં અપવાદરૂપ બાબતો અગાઉ કુલ ત્રિમાસિક પીએટીમાં વાર્ષિક ધોરણે 76 ટકાનો વધારો કર્યો હતો, સતત 10મા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે પીએટીમાં વૃદ્ધિ કરી હતી. નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2021-22 માટે અપવાદરૂપ બાબતો અગાઉ વાર્ષિક પીએટી વાર્ષિક ધોરણે 61 ટકા વધ્યો હતો.

નાણાકીય વર્ષ 2021-22ની મુખ્ય કામગીરી

 • વૈશ્વિક મોંઘવારીના દબાણ વચ્ચે ઇંધણનો ખર્ચ વધારે હોવા છતાં વ્યવસાયની સંપૂર્ણ સારી કામગીરી
 • નાણાકીય વર્ષ 2021-22માં અપવાદરૂપ ચીજવસ્તુઓ અગાઉ કુલ પીએટી વાર્ષિક ધોરણે 61 ટકા વધીને ₹2,298 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2020-21માં ₹1,424 કરોડ હતો
 • નાણાકીય વર્ષ 2021-22માં કુલ આવક વાર્ષિક ધોરણે 28 ટકા વધીને ₹42,576 કરોડ થઈ, જે અગાઉના નાણાકીય વર્ષમાં ₹33,239 કરોડ હતી
 • કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (સીજીપીએલ) અને ટાટા પાવર અને તેમના સંબંધિત શેરધારકો વચ્ચે વ્યવસ્થાની સંયુકત્ યોજના માટે આદરણીય નેશનલ કંપની ઓફ લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મુંબઈ ખંડપીઠ પાસેથી મંજૂરી મળી. 1 એપ્રિલ, 2020થી અમલમાં આવેલું આ મર્જર પૂર્ણ થયું છે તથા ટાટા પાવરની અંદર સીજીપીએલની અસ્કયામતો અને જવાબદારીઓના કોન્સોલિડેશન તરફ દોરી જશે, જેના પરિણામે એક કંપનીના વ્યવસાયની વૃદ્ધિ અને સંવર્ધિત વિકાસ માટે મૂડીના વધારે અસરકારક ઉપયોગ તરફ દોરી જશે
 • મજબૂત કાર્યકારી મૂડી વ્યવસ્થાપન દ્વારા રિન્યૂએબલ્સ અને ટીએન્ડડી વ્યવસાયોમાં વૃદ્ધિ માટે મૂડીગત ખર્ચ હાથ ધરવા છતાં ડેટ ટૂ ઇક્વિટીનો ચોખ્ખો રેશિયો 1.5 જળવાઈ રહ્યો હતો

ક્રેડિટ રેટિંગ્સ:


o એસએન્ડપી ગ્લોબલે કંપનીનું ક્રેડિટ રેટિંગ બે તબક્કામાં B+ રેટિંગ (પોઝિટિવ)માંથી BB રેટિંગ (સ્ટેબ્લ)કર્યું છે
o મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસીસે કંપનીનું ક્રેડિટ રેટિંગ સુધારીને Ba3 રેટિંગ (સ્ટેબ્લ)માંથી Ba2 રેટિંગ (સ્ટેબ્લ) કર્યું છે

 • એસએન્ડપી ગ્લોબલના કોર્પોરેટ સસ્ટેઇનેબિલિટી એસેસ્સમેન્ટના પરિણામોમાં ભારતીય વીજક્ષેત્રમાં એની હરિફ કંપનીઓ વચ્ચે સૌથી વધુ સ્કોર મેળવ્યો, જે 67/100 છે, જે આંતરરાષ્ટ્રીય યુટિલિટી સરેરાશ 38થી ઘણો વધારે છે

નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળાની મુખ્ય કામગીરીઓ

 • અપવાદરૂપ ચીજવસ્તુઓ અગાઉ કુલ પીએટી વાર્ષિક ધોરણે 76 ટકા વધીને ₹775 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ₹440 કરોડ હતો
 • કુલ આવક 16 ટકા વધીને ₹12,085 કરોડ થઈ, જે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં₹10,379 કરોડ હતી
 • કુલ EBITDA 35% વધીને ₹2,253 કરોડ થઈ, જે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ₹1,668 કરોડ હતી
 • અપવાદરૂપ ચીજવસ્તુઓ (મર્જર માટે સીજીપીએલ સહિત) સ્વતંત્ર ધોરણે પીએટી વાર્ષિક ધોરણે 1,211 ટકા વધીને ₹1,771 કરોડ થયો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં₹159કરોડની ખોટ ગઈ હતી, જે માટે આ ત્રિમાસિક ગાળામાં જાહેર થયેલી ઊંચી લાભાંશની આવક જવાબદાર હતી
 • સ્વતંત્ર ધોરણે EBITDA (મર્જ્ડ) વાર્ષિક ધોરણે 196 ટકા વધીને ₹2,243 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં₹757 કરોડ હતી, જે માટે લાભાંશની ઊંચી આવક જવાબદાર હતી
 • બોર્ડે શેરદીઠ ₹1.75નું લાભાંશ (ડિવિડન્ડ) જાહેર કર્યું છે

કંપનીની કામગીરી પર ટાટા પાવરના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમે નાણાકીય વર્ષ 2021-22 સફળતા સાથે પૂર્ણ કર્યું છે, જે પીએટી વૃદ્ધિનો સતત 10મો ત્રિમાસિક ગાળો છે, જેમાંઅમારા તમામ બિઝનેસ ક્લસ્ટર્સમાં વ્યાપક વૃદ્ધિ પ્રેરક બની છે, જેમાં જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન સામેલ છે, જેમાં ઓડિશા અને રિન્યૂએબલ્સ સામેલ છે. રિન્યૂએબલ ઊર્જાના ક્ષેત્રમાં અમારા સફળ ટ્રેક રેકોર્ડથી આંતરરાષ્ટ્રીય રોકાણખારો (બ્લેકરોક રિયલ એસેટ્સ અને મુબાદલા) ભારતની ગ્રીન ઊર્જા તરફની આગેકૂચને વેગ આપવા અમારી સાથે જોડાયા છે.


અમે દેશની ઊર્જાની વધતી જરૂરિયાતને પૂર્ણ કરવા નોંધપાત્ર પ્રદાન કરીએ છીએ અને આગળ જતાં અમારી વૃદ્ધિને વેગ આપતાં રહીશું, જે અમારા તમામ હિતધારકો માટે સતત મૂલ્ય સુનિશ્ચિત કરશે. અમે અક્ષય ઊર્જાની ઊંચી વૃદ્ધિ સાથે મહત્તમ ઉત્પાદન, અસરકારક ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન દ્વારા હવામાનની આત્યંતિક પેટર્ન્સને કારણે ઊર્જાની વધતી માગને પૂર્ણ કરવા સજ્જ છીએ.”

READ ALSO:

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV