GSTV
Home » News » ટાટા મોટર્સે લોન્ચ કરી Tata Nexon ની ઈલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ફીચર્સ

ટાટા મોટર્સે લોન્ચ કરી Tata Nexon ની ઈલેક્ટ્રિક કાર, જાણો કિંમત અને ફીચર્સ

દેશની દરેક ઓટો કંપનીઓએ વર્તમાન સમયમાં લગભગ પોતાના ઈલેક્ટ્રિક વર્ઝન વાહનોની લોન્ચિંગ શરૂ કરી દીધી છે. જે હેઠળ હવ ટાટા મોટર્સે પણ પોતાની ઈલેક્ટ્રિક કાર Nexon EVને લોન્ચ કરી છે. જે દરમિયાન ટાટ સન્સના ચેરમેન અને ચંદ્રશેખરને સિવાય રતમ ટાટા પણ હાજ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, Nexon EV અનાવરણન 19 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવ્યું હતું.

આ કારની શરૂઆતની કિંમત 13.99 લાખ રૂપીયા છે, જ્યારે ટોપ વેરિન્ટમાં કારની કિંમત 15.99 લાખ રૂપીયા છે. ઉલ્લેખનીય છે કે, Tata Nexon EV ત્રણ વેરિયન્ટ (XM, XZ+ और XZ+ LUX)માં ઉપલબ્ધ હશે.

માત્ર 21 હજાર બુકિંગ કિંમત

આ કારની બુકિંગ કિંમતમાત્ર 21 હજાર રૂપીયા જ રાખવામાં આવી છે. જો તમે પણ આ કારને ખરીદવામાં રૂચિ ધરાવી રહ્યા છો તો, કંપનીની વેબસાઈટ પર જઈને માત્ર 21 હજાર રૂપીયામાં બુક કરી શકો છે.

Tata Nexon EVના ફીચર્સ

આ કારના ફીચર્સની વાત કરીએ તો, આ કારમાં 2 મોડ ડ્રાઈવ અને સ્પોર્ટ્સ મળશે, સાથે જ Tata Nexon EVમાં 30.2 kwh ની લીથિયમ બેટરી પણ મળશે. આ કારની ઈલેક્ટ્રિક મોટર 95kw એટલે કે, 129hpનો પાવર અને 245nmનો ર્ટાર્ક આપશે. આ કાર 9.9 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તાર પકડી શકે છે. સાથે જ આ કારને 10 લાખ km સુધી ટેસ્ટ પણ કરવામાં આવી છે. ટાટા મોટર્સે દાવો કર્યો છે કે, નેક્સોન ઈલેક્ટ્રિક એક વખત ફુલ ચાર્જ થયા બાદ 312 કિલોમીટર સુધી ચાલશે.

Nexon EVની આ છે ખાસ વાત

  • કુલ લંબાઈ- 3994 mm
  • કુલ પહોળાઈ- 181 mm
  • કુલ ઉંચાઈ- 1607 mm
  • વ્હીલબેસ- 2498 mm
  • સીટિંગ કેપિસિટી- 5
  • ફાસ્ટ ચાર્જિગ ટાઈમ- 60 મિનિટ
  • રેગ્યુલર ચાર્જિંગ ટાઈમ- કલાક
  • બ્રેક્સ ફ્રંટ- ડિસ્ક, બ્રેક્સ રિયર- ડ્રમ
  • વ્હીલ- 16 ઈંચ
  • Altroz લોન્ચીંગ હાલમાં જ થઈ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયામાં જ ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક Tata Altrozની લોન્ચિંગ કરવામાં આવી હતી. દિલ્હીમાં આ કારની શરૂઆતી કિંમત 5.29 લાખ રૂપીયા છે, સાથે જ ટોપ વેરિયન્ટની કિંમત 9.39 લાખ રૂપીયા છે. આ કારની સ્પર્ધા મારૂતિ સુજુરીની બલેનો અને હુંડઈ એલીય i20 સાથે થશે. આ લોન્ચીંગ થકી ટાટા મોટર્સે ઈન્ડિયન પેસેન્જર વીકલ્જ માર્કેટનો 70 ટકા ભાગ કવર કરી લીધો છે.

READ ALSO

Related posts

અચાનક PGમાં આગ ભભૂકી, ત્રણ યુવતીઓ થઈ ભડથું

Pravin Makwana

જો તમે ડાયટ કરી રહ્યા છો તો, તમારા માટે ખાવામાં બેસ્ટ છે આ ‘દલિયા ની ટિક્કી’

Ankita Trada

કાયદાનું ઝીણવટભર્યું જ્ઞાન લેવા માટે ભારત પહોંચ્યા બાંગ્લાદેશના 40 જજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!