GSTV

લો હવે ખરીદ્યા વગર જ ઘરે લઈ આવો ટાટાની નવી ઈલેક્ટ્રિક Nexon, વાંચો શું છે સ્કીમ

ધીમે ધીમે જ ભલે,ઓટો કંપનીઓની સાથે સાથે લોકોનો ટ્રેન્ડ હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વધ્યું છે. આજકાલ મોટાભાગની ઓટો કંપનીઓ સબ્સ્ક્રિપ્શન મોડેલને ઝડપથી અપનાવી રહી છે. જેમાં ગ્રાહકને કાર ખરીદવાની જરૂર નથી, તે દર મહિને ભાડુ ભરીને તેને ચલાવી શકે છે. ટાટા મોટર્સે (Tata Motors) તેની એસયુવી નેક્સન ઇવી (SUV Nexon EV)પર ખાસ સબસ્ક્રિપ્શન ઓફર પણ આપી છે. આ સબ્સ્ક્રિપ્શન ઓફર 30 નવેમ્બર 2020 સુધી અને ફક્ત પ્રથમ 100 ગ્રાહકો માટે માન્ય છે. આ વિશેષ ઓફર ફક્ત પાંચ શહેરોમાં જ ઉપલબ્ધ છે.

ખરીદ્યા વિના ઘરે લાવો ટાટાની Nexon EV

આ ઓફર હેઠળ, ગ્રાહકો દર મહિને ફક્ત 34,900 રૂપિયાથી શરૂ થતાં ભાડા પર નેક્સન ઇવી (Nexon EV)ને ચલાવવાનો અનુભવ લઈ શકે છે. એટલે કે, આ ભાડા સિવાય ગ્રાહકોને કોઈ વધારાનો રોડ ટેક્સ અને નોંધણી, વીમા રીન્યુઅલ, સર્વિસિંગ અને જાળવણી ચૂકવવાની રહેશે નહીં. ગ્રાહકો તેમની જરૂરિયાતો અનુસાર 18 મહિનાથી 24 મહિના અથવા 36 મહિનાના સમયગાળા માટે સબ્સ્ક્રિપ્શન પસંદ કરી શકે છે. સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થયા પછી, ગ્રાહકો અથવા તો તેમની યોજના વધારી શકે છે અથવા કારને કંપનીમાં પાછા આપી શકે છે.

આ શહેરોમાં સબ્સ્ક્રિપ્શન મળશે

હાલમાં, આ વિશેષ સબ્સ્ક્રિપ્શન યોજના દિલ્હી-એનસીઆર, મુંબઇ, પુણે, હૈદરાબાદ અને બેંગ્લોરમાં શરૂ કરવામાં આવી છે. ટાટાએ નવા સબ્સ્ક્રિપ્શન મોડેલ માટે Orix Auto Infrastructure Services સાથે ભાગીદારી કરી છે.

રિસ્પોન્સ જોઈને વધી શકે છે ઓફર

જો કે, ફક્ત 100 ગ્રાહકો જ આ ઓફરનો ફાયદો ઉઠાવી શકશે, ભલે આ એક નાનો આંકડો લાગે છે. પરંતુ કંપનીએ સ્પષ્ટપણે આવું કહ્યું નથી. જો ગ્રાહકોનો શરૂઆતમાં પ્રતિસાદ સારો મળશે, તો પછી વધુ ગ્રાહકો માટે અન્ય શહેરોમાં આ ઓફર શરૂ કરી શકે છે.

READ ALSO

Related posts

VIDEO: દુર્ગાષ્ટમી પર શિલ્પા શેટ્ટીએ બાળ કન્યાઓના પગ ધોયા, આરતી ઉતારી પોતાના હાથે કરાવ્યું ભોજન

Pravin Makwana

આ છે દુનિયાનો પહેલો લિક્વિડ ફિલ્ડ લેંસવાળો ખાસ કેમેરા, ફોટામાં આપે છે સ્પેશિયલ ઈફેક્ટ

Dilip Patel

ફેસબુક કરી છે પોતાની પ્રાઈવસી પોલિસી પર કામ, પબ્લિક ગ્રુપમાં કર્યો આ બદલાવ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!