GSTV

દેશની બીજા નંબરની કંપનીએ કર્મચારીઓને કહ્યું 2025 સુધી ઓફિસ ના આવો, 3.5 લાખ હવે કાયમી ઘરેથી કામ કરશે

Last Updated on April 29, 2020 by Mayur

કોરોના વાયરસ વચ્ચે લોકડાઉનના કારણે ઘણી કંપનીઓના કર્મચારીઓ કંપનીનું ઘરેથી કામ કરી રહ્યા છે, પરંતુ લાગે છે કે કંપનીઓ હવે ઓપચારિક રીતે ‘વર્ક ફ્રોમ હોમ’ (Work From Home)ને અપનાવી રહી છે. લોકડાઉન વચ્ચે આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના 90 કર્મચારીઓ Work From Home કરી રહ્યા છે અને હવે કંપની યોજના બનાવી છે કે, 2025 સુધીમાં તેના 75 ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ જ કરે. ઉત્પાદકતામાં કોઈ ફરક પડશે નહીં ટીસીએસમાં કુલ 48.48 લાખ કર્મચારી છે. કંપનીની યોજના મુજબ 2025 સુધીમાં તેના કર્મચારીઓના કુલ 75% એટલે કે 3.5 લાખ કર્મચારીઓ ઘરેથી જ કામ કરવાનું શરૂ કરી દેશે.

25/25ની પોલીસી

ટીસીએસના ચીફ ઓપરેટિંગ ઓફિસર એન.જી.સુબ્રમણ્યમે જણાવ્યું કે, અમારું એવું માનવું નથી કે અમારા 25 ટકાથી વધુ કર્મચારીઓને 100% ઉત્પાદકતા માટે ઓફિસેથી કામ કરવાની જરૂર છે. 25 ટકા સમય ઓફિસમાં વિતાવવો પડશે નવી યોજના જેને કથિરરૂપે 25/25 કહેવામાં આવે છે, તે મુજબ આજની તુલનામાં ઓફિસમાં ઓછા જગ્યાની જરૂર પડશે.

75 ટકા સમય ઘરે વિતાવશે

સુબ્રમણ્યમે જણાવ્યું કે, નવી યોજના હેઠળ કોઈ પ્રોજેક્ટમાં સામેલ કર્મચારી પોતાના કામકાજના 25 ટકા સમય ઓફિમાં રહેશે અને બાકીનો 75 ટકા સમય તે ઘરે વિતાવશે. કંપનીમાં કુલ 4.48 લાખ કર્મચારીઓ આ યોજના અંગે તાજેતરમાં સ્પષ્ટતા આપતા કંપનીએ કહ્યું કે, ભારતમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા 3.5 લાખ છે અને તે વૈશ્વિક આંકડો નથી. ટીસીએસ વૈશ્વિક સ્તરે આને બદલવા માંગે છે. અમારા કુલ કર્મચારી 4.48 લાખ છે. અમે આ યોજનાને માત્ર કોરોના વાયરસ પુરતું જ લાગુ કરવાના નથી, પરંતુ આ યોજના ટીસીએસ 2025 સુધી ચલાવવા માગે છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!