ટાટા મોટર્સને તેના ઇલેક્ટ્રિક પેસેન્જર વિહિકલ માટે નવા ઓર્ડર મળ્યા છે. તેમને કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ એટલે કે સીઈએસએલ તરફથી આ ઓર્ડર મળ્યા છે. કંપનીએ ટાટાને 44 કરોડ રૂપિયાના ટેન્ડર આપ્યા છે. સીઈએસએલે ટાટા સાથે લેટર ઓફ એવોર્ડ પર કરાર કર્યા છે, જ્યાં કંપનીને 3વર્ષની વોરંટિ સાથે 300 ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, ટાટાને ગાડીયોની લંબાઈ 4 મીટર કરતા ઓછી રાખવા કહેવામાં આવ્યું છે અને સાથે કહેવામાં આવ્યું છે કે આ ગાડીયોની રેન્જ 250 કિલોમીટરથી વધુ હોવી જોઈએ.

આ કરાર સ્કેલિંગ અપ ડિમાન્ડ સાઈડ એનર્જી એફિશિયન્સી સેક્ટર પ્રોજેક્ટનો ભાગ છે જેને સીઇએસએલને એશિયન ડેવલપમેન્ટ બેંક લાઇન ઓફ ક્રેડિટ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવ્યા છે. સીઈએસએલનું કહેવું છે કે તે ઇલેક્ટ્રિક વાહનોમાં પરિવર્તનની રાહ જોઈ રહેલ છે અને સરકારી સંસ્થાઓમાં ટાટા મોટર્સના સહયોગથી આ વાહનો તૈનાત કરશે.
ટાટા હાલમાં ભારતમાં બે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કરે છે જેમાં 2017 માં ટિગોર ઇવી રોલઆઉટ કરવામાં આવ્યું હતું, જ્યારે સૌથી શક્તિશાળી નેક્સન ઇવી ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. બંને કાર તમામ 4 મીટરમાં આવે છે પરંતુ ટિગોર તેમાં ક્વોલિફાઇ કરી શકશે નહીં. ટિગોર ઇવી 72V 3- ફેઝ એસી ઇન્ડક્શન મોટર દ્વારા સંચાલિત છે. જે 30kW 41hp અને 105Nmનો ટોર્ક આપે છે. તે જ સમયે, તેની રેન્જ 213 કિ.મી છે. જો તમે નેક્સન વિશે વાત કરો, તો તમને 129hp અને 105Nm નો ટોર્ક મળે છે. તેમાં કાયમી મેગ્નેટ સિંક્રોનસ મોટર છે જે 312 કિ.મી.ની રેન્જ આપે છે.
ટાટા મોટર્સ સાથેની ભાગીદારી અંગે ટિપ્પણી કરતાં સીઈએસએલના સીઈઓ અને એમડી મહુઆ આચાર્યએ જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક વાહનો ભાવિ છે. હું ખૂબ ખુશ છું કે ભારતમાં વધુને વધુ સરકારી સંસ્થાઓ ઇલેક્ટ્રિક પરિવહન તરફ વળી રહી છે. ટાટા મોટર્સ સાથે અમારું જોડાણ એ ભારતમાં મોબિલિટીના ભવિષ્ય માટે સારો વિકાસ છે. કન્વર્જન્સ દેશમાં સમૃદ્ધ ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.
ટાટા મોટર્સ પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રમુખ શૈલેષ ચંદ્રએ જણાવ્યું હતું કે, ટાટા મોટર્સ ઇ-મોબિલીટીને સક્રિય રીતે અપનાવવાના સરકારના વિઝનને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે અને અમે ફરી એક વખત સીઈએસએલ સાથે ભાગીદારી કરવામાં ખુશ છીએ.
ટેન્ડરની કુલ કિંમત બે શેડ્યૂલમાં લાગુ કરવામાં આવશે. પ્રથમ શેડ્યૂલ હેઠળ, ત્રણ વર્ષની વોરંટિવાળી 300 કાર જીએસટીને બાદ કરતાં, એકમ દીઠ 14.33 લાખ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર ખરીદવામાં આવશે. બીજા શિડ્યુલમાં અંતર્ગત અંતરદેશીય પરિવહન શામેલ કરવામાં આવશે, જેમાં લોડિંગ, અનલોડિંગ અને વાહનોના ડિલેવરીને લગતા અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. આ યુનિટ દીઠ 21,000 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.
ALSO READ
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત