GSTV

ટાટા મોટર્સની ઓફર, ઓછી EMI પર આપી રહી છે કાર ખરીદવાની શાનદાર તક

ટાટા મોટર્સે પેસેન્જર ગાડીઓને ફાઇનાન્સ કરવા માટે એચડીએફસી બેંક સાથે ભાગીદારી કરી છે. ટાટા મોટર્સે શનિવારે આ માહિતી આપી હતી. આ ભાગીદારી હેઠળ કંપનીએ બે યોજનાઓ શરૂ કરી છે. એક Gradual Step Up Scheme અને બીજી છે TML Flexi Drive Scheme.ટાટા મોટર્સ તેની તહેવારની સિઝનમાં તેના ઉત્પાદનોના વેચાણમાં વધારો કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આપેલી આ માહિતી મુજબ, આ યોજના આ વર્ષે નવેમ્બરના અંત સુધી રહેશે અને તે કંપનીની તમામ BS6 રેન્જ કાર અને એસયુવી તેમજ કંપનીના ઇલેક્ટ્રિક વાહનોને લાગુ પડશે.

બે વર્ષ સુધી ધીમે-ધીમે વધશે EMI

Gradual Step Up Scheme અંતર્ગત, ગ્રાહકો ઉત્પાદન અને વેરિએન્ટ પ્રમાણે વાહનની ખરીદી કરી શકે છે અને ઓછામાં ઓછા 799 રૂપિયા પ્રતિ લાખના દરે વાહનો ખરીદી શકે છે. આ ઇએમઆઈ બે વર્ષથી ગ્રાહકોને ચૂકવણી કરવાની સુવિધા મુજબ ધીરે ધીરે વધશે.

વર્ષમાં 3 મહિના પસંદ કરીને ભરો EMI

ટીએમએલ ફ્લેક્સી ડ્રાઇવ યોજના હેઠળ, ગ્રાહક પાસે દર વર્ષે ત્રણ મહિના પસંદ કરવાનો વિકલ્પ હશે, જેમાં તે દર મહિને 789 રૂપિયા માસિક ઇએઆઈ ચૂકવી શકે છે. આ ઇએમઆઈ વાહનના ઉત્પાદન અને વેરિએન્ટ પર નિર્ભર રહેશે. આ સિવાય ટાટા મોટર્સે જણાવ્યું હતું કે, બંને યોજનાઓ હેઠળ તે પેસેન્જર વેહિકલ પ્રોડક્ટના એક્સ શો-રૂમ માટે 100 ટકા નાણાં પૂરા પાડશે.

HDFCનો દાવો, પોતાની કારનું સપનું થશે સરળ

ટાટા મોટર્સની આ યોજના ગ્રાહકોને તેમની સુવિધા પ્રમાણે સમયસર ચુકવણી કરવામાં મદદ કરશે. એચડીએફસી સાથેની ભાગીદારી અંગે ટાટા મોટર્સ (માર્કેટિંગ, પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટ) ના વડા વિવેક શ્રીવાસ્તવે કહ્યું કે આ ભાગીદારી લોકોને તહેવારની મોસમમાં કાર ખરીદવા માટે એક્સેસબલ બનાવશે. એચડીએફસી બેંકના રિટેલ લેન્ડિંગ (ભારત) ના વડા અરવિંદ કપિલે કહ્યું કે આ ભાગીદારીથી લોકો કાર ખરીદવા માટેની નાણાંની ચિંતા દૂર કરશે અને કાર ખરીદવાના તેમના સપનાને પૂર્ણ કરશે.

READ ALSO

Related posts

MI Vs RCB: મેદાનની વચ્ચે જ બાખડી પડ્યા હાર્દિક પંડ્યા અને ક્રિસ મૉરિસ, મેચ રેફરી આપ્યો ઠપકો

Mansi Patel

કેશુબાપા/ જનસંઘથી લઇને ભાજપાનું વટવૃક્ષ ઉભુ કરનારા નેતા : રૂપાણીએ તમામ કાર્યક્રમો કર્યા રદ, સાંજે મળશે કેબિનેટની બેઠક

pratik shah

પૂર્વ CM કેશુભાઈ પટેલનાં અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!