GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

TATA Motorsની ધમાકેદાર ઓફર! ફક્ત 166 રૂપિયા આપીને ખરીદો નવી આ કાર

TATA Motors

ભારતીય કંપની ટાટા મોટર્સ લોકડાઉન બાદ પોતાના વ્યવસાયને વધારવા માટે ઘણા શાનદાર ઓફર્સ કસ્ટમર્સને આપી રહી છે. ટાટા મોટર્સે બુધવારે six-month EMI holiday સ્કીમ લોન્ચ કરી. આ સ્કીમનો લાભ અમુક સિલેક્ટેટ મોડલ ટિયાગો, નેક્સોન અને અલ્ટ્રોઝ પર મળી રહ્યા છે. આ હેઠળ કસ્ટમરને 6 મહિના સુધી કોઈ ઈએમઆઈ નહીં આપવી પડે. સાથે જ 5 વર્ષની લોન અવધિ, જીરો ડાઉન પેમેન્ટ અને કારની ઓન-રોડ કિમતના 100 ટકા ફાઈનાન્સ સામેલ છે.

કંપની પોતાના વિવિધ વાહન લોન ભાગીદારોની સાથે મળીને આઠ વર્ષ સુધીના સમયગાળા વાળી લોન પણ ઉપલબ્ધ કરાવી રહી છે. આ અટ્રેક્ટિવ ફાઈનેન્સિંગ સ્કીમ ઉપરાંત કંપની પોતાના મોડલ પર જુલાઈમાં 65 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. ટાટા મોટર્સે કહ્યું કે કારોનું વેચાણ મેના મુકાબલે જૂનમાં સારી રહી છે.

Six-month EMI holiday સ્કીમ

આ હોલિડે સ્કીમ હેઠળ હોલિડે કસ્ટમર ફક્ત 5555 રૂપિયા દર મહિનાના એટલે કે 185 રૂપિયા દરરોજની EMI પર ગ્રાહક Tata Altrozને ઘરે લાવી શકે છે. આજ રીતે Tata Nexonને 250 રૂપિયા પ્રતિદિન અને Tiagoના 166 રૂપિયા પ્રતિદિનના હિસાબથી મંથલી EMI 4999 રૂપિયાની ચુકવણી કરી ઘરે લાવી શકો છો. આ ઓફર ફક્ત Nexon, Altroz અને Tiago પર જ આરવામાં આવી રહી છે.

TATA Motors

જીરો ડાઉન પેમેન્ટ પર ખરીદી શકાય છે વાહન

ટાટા મોટર્સે જણાવ્યું છે કે આ યોજના હેઠળ, ગ્રાહક હવે જીરો ડાઉન પેમેન્ટ કરી શકે છે સાથે જ છ મહિનાની ઈએમઆઈથી પણ છુટ્ટી મળી જશે એટલે કે 6 મહિના સુધી કોઈ EMI નહીં આપવાની રહે. ફક્ત મંથલી વ્યાજ આપવાનું રહેશે. પાંચ વર્ષના લોન ટેન્યોર માટે 100 ટકા સુધી ઓન રોડ ફંડિંગ કરી શકીએ છીએ.

આ ઓફર KVBની સાથે પાર્ટનરશિય હેઠળ આપવામાં આવી રહી છે. આ સ્કીમનો લાભ ફક્ત એ વ્યક્તિઓને મળશે જેમની સેલેરી અથવા બિઝનેસ તેના માટે ઈલેજીબલ રહેશે. કંપનીએ કહ્યું કે તે કોઈ ફાઈનેન્શિયલ પાર્ટનર્સની સાથે પોતાના એસોસિએશનના માધ્યમથી આઠ વર્ષ સુધીની લોન- ટેન્યોર ઈએમઆઈ પર સસ્તી, સ્ટેપ-અપ ઈએમઆઈ પણ આપી રહ્યું છે.

Read Also

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

રક્ષાબંધનના દિવસે રાખડી બંધાવી સગાભાઈઓએ કરી બહેનની હત્યા, ચોંકાવનારુ છે કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!